ગાઝામાં ઇઝરાયેલ દ્વારા ચાલી રહેલા નરસંહારમાં વધુ 27 નાગરિકનાં મોત થયા છે. મદદ માટેની કતારમાં ઊભેલા ભૂખ્યા લોકો ઉપર ફિલિસ્તીની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. 20 મહિનાથી ચાલતા જંગમાં ઇઝરાયેલ દ્વારા અત્યાર સુધી 55 હજારથી વધુ નાગરિકોને મારી નાખ્યા છે. જોકે આનાથી વધુ સંખ્યા હોય તેમ પણ માનવામાં આવી રહ્યું છે. હવે હમાસના નેતાઓને દુનિયામાંથી શોધીને તેમને મારી નાખવાની યોજના છે.
ગાઝામાં ઇઝરાયેલના અભિયાનમાં હમાસના નેતાઓ અને કમાંડરોને નિશાન બનાવાયા છે. હવે વિદેશોમાં બચેલા નેતોઓને મારવાની નીતિ ઘડી કાઢવામાં આવી છે. મધ્યમોના અહેવાલ અનુસાર, ઇઝરાયેલ દ્વારા ખાન યુનીસમાં એક સુરંગ ઉપર બોમ્બ ફેંકીને અલ કસ્સામ બ્રિગેડ કમાન્ડર મોહમ્મદ સિનવાર અને રાફા બ્રિગેડ કમાન્ડર મોહમ્મદ શબનહની પુષ્ટિ બાદ ઇઝરાયેલી સેના જનરલ સુરક્ષા અને મોસાદ સહિતના ચાર નેતાઓને ખતમ કરવાની ફિરાકમાં છે.













