જાતિ જનગણનાની તારીખને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જાતિ જનગણનાની તારીખ સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જનગણના 1 માર્ચ 2027થી શરૂ થાય તેવી સંભાવના છે.

બે તબક્કામાં થશે જનગણના 

સૂત્રો મુજબ જાતિ જનગણના બે તબક્કામાં યોજાશે. પહેલા 4 રાજ્યોમાં જાતિ જનગણના શરૂ થશે. મેદાની રાજ્યોમાં માર્ચ 2026માં શરૂ થશે. જ્યારે પહાડી વિસ્તારોમાં 1 ઓક્ટોબર 2026થી શરૂ થશે. આ ઉપરાંત ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં ઓક્ટોબર 2026માં જાતિ જનગણના શરૂ થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.

થોડા સમય પહેલા જ લીધો હતો નિર્ણય 

મહત્વનું છે કે હાલમાં જ સરકારે નિર્ણય લીધો હતો કે તેઓ જાતિ જનગણના કરાવશે. 1881થી તો નિયમિત રૂપે થતી વસ્તી ગણતરી પર 1951ની પહેલી જનગણનામાં રોક લગાવી દીધી હતી. વર્ષ 2011માં સામાજિક-આર્થિક અને જાતિ જનગણના હેઠળ જાતિના આંકડા ભેગા કર્યા પરંતુ આ માહિતીનો સંપૂર્ણ રીતે પ્રયોગ ન કરવામાં આવ્યો.

જાતિ જનગણના એક એવી પ્રક્રિયા છે જેમાં કોઇ દેશ અથવા ક્ષેત્રની જનસંખ્યાનો સર્વે કરીને વિવિધ જાતિ, સામાજિક સમૂહો, સામાજિક-આર્થિક સ્થિતિ અને અન્ય જનસાંખ્યિક જાણકારી ભેગી કરવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ નીતિઓ અને યોજના બનાવવા માટે થાય છે. જેનો લાભ દેશની જનતાને પણ મળે છે અને સરકારને પણ સાચા આંકડા જાણવા મળે છે.

ભારતમાં છેલ્લે જાતિ ગણતરી ક્યારે થઈ હતી?

ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011 માં હાથ ધરવામાં આવી હતી. આ સ્વતંત્ર ભારતની સાતમી વસ્તી ગણતરી હતી અને અત્યાર સુધી તેને દેશની 15મી વસ્તી ગણતરી માનવામાં આવે છે. 2011ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કો ઘર યાદી અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR) હતો, જે એપ્રિલ થી સપ્ટેમ્બર 2010 ની વચ્ચે કરવામાં આવ્યું હતું. બીજો તબક્કો વસ્તી ગણતરીનો હતો, જે 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2011 સુધી ચાલી હતી. આમાં, ભારતની કુલ વસ્તી 121 કરોડથી વધુ નોંધાઈ હતી.


  • Follow us on: