હરિયાણાના ફરીદાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં તસ્કરોએ એક વેપારીના ઘરમાંથી વાળની ​​ચોરી કરી છે, જેની કિંમત 7 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તસ્કરોએ ઘરમાં રાખેલી 2 લાખ 13 હજારની રોકડ પણ લઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.


શું છે સમગ્ર મામલો?

ફરિયાદી રણજીત મંડલે જણાવ્યું કે તેમના ઘરમાં ચોરી થઈ હતી. ચોરીમાં મહિલાઓના રૂ.7 લાખની કિંમતના વાળની ​​ચોરી થઈ હતી. આ ઉપરાંત 2 લાખ 13 હજાર રૂપિયાના માલસામાનની પણ ચોરી થઈ છે. રણજીત મંડલે જણાવ્યું કે તે જૂના વાળની ​​ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા છે અને વાળનો જથ્થો તેમના ઘરમાં હતા અને ઘરમાં ઘુસીને તસ્કરો વાળનો જથ્થો લઈને ફરાર થઈ જાય છે પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.

મોડી રાત્રે બની ઘટના

આ ઘટના 14-15 જાન્યુઆરીની રાત્રે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બની હતી અને તસ્કરો સીડીઓ દ્વારા તેમના ઘરમાં પ્રવેશ્યા હતા અને એક રૂમનું તાળું તોડીને આશરે 150 કિલો મહિલાના વાળની ​​ચોરી કરી હતી, જેની કિંમત અંદાજિત 7 લાખ રૂપિયા હતી. આ ઉપરાંત ચોરોએ બેગમાં રાખેલા રૂ.2 લાખ 13 હજારની ચોરી કરી હતી. આ ઘટના આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં રણજીત મંડલે જણાવ્યું કે, તેમના ધંધામાં જૂના વાળનો ઉપયોગ વિગ અને હેર એક્સટેન્શનમાં કરવામાં આવે છે વિદેશોમાં પણ તેની ખૂબ માંગ છે.ફરિયાદીએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઓળખવાના પ્રયાસો હાથ ધર્યા છે.

 

  • Follow us on: