ભારતીય સેનાએ પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ કડક કાર્યવાહી કરતા આતંકવાદીઓના ઠેકાણા નષ્ટ કર્યા. ભારતની ત્રણેય સેના દ્વારા સંયુકપણે સર્જીકલ સ્ટ્રાઈક હાથ ધરવામાં આવી હતી. આતંકવાદીઓને પાઠ ભણાવતા ભારતના ઓપરેશન સિંદૂરને સફળતા મળતા દેશભરમાં અત્યારે લોકો ફટાકડા ફોડી રહ્યા છે. ત્યારે નાગરિકોની સુરક્ષાને લઈને ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ભારતના 18 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે અને સાથે-સાથે 200 ઉડાન પર રદ કરાઈ છે. આથી તમામ મુસાફરોએ પ્રવાસ કરતા પહેલા પોતાની નિશ્ચિત સ્થિતિની અવશ્ય જાણકારી લેવાની રહેશે.


મુસાફરોને ખાસ સલાહ 

કેન્દ્રીય મંત્રાલયથી અત્યારે હવાઈ મુસાફરી કરતા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ ચકાસી લે. સુરક્ષા કારણોસર અને ઉદભવેલ ખાસ સંજોગોને કારણે દેશભરમાં 200થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે 18 એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. અત્યારે દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ આજે દેશભરના અનેક રાજ્યોમાં મોકડ્રિલ થવાની છે અને સાંજે બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. આવા સમયે એક અંદાજ મુજબ દેશના મોટા શહેરોમાં તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં હવાઈ સુવિધા બંધ કરવામાં આવી છે. હવાઈ મુસાફરી કરનાર પ્રવાસીઓએ અત્યારે પોતાની મુસાફરીને લઈને એલર્ટ રહેવું પડશે. આતંકવાદીઓ કોઈ ફલાઈટને નિશાન ના બનાવે અને મુસાફોરને બાનમાં ના લે માટે સુરક્ષા કારણોસર એરપોર્ટ બંધ રાખવા અને ઉડાનો રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

દેશભરમાં ઓપરેશન સિંદૂર કાર્યવાહીની પ્રશંસા

દેશભરમાં સરકારના ઓપરેશન સિંદૂર કાર્યવાહીની પ્રશંસા કરવામાં આવી રહી છે. જો કે કયા એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા છે તેને લઈને ટૂંક સમયમાં માહિતી પ્રસારિત કરાશે. ઓપરેશન સિંદૂર પર લોકો એકી અવાજ કહી રહ્યા છે 'ભારત માતા કી જય' અને 'જય હિંદ ભારત' જેવા નારા લગાવી રહ્યા છે.

જણાવી દઈએ કે ભારતે આખરે પહેલગામ હુમલાનો બદલો લીધો. ભારતીય સેનાએ મંગળવારે રાત્રે અને બુધવારે સવારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાનના મુખ્ય આતંકવાદી ઠેકાણાઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં ઘણા મોટા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભારત દ્વારા આ હવાઈ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો અને આતંકવાદીઓના ઠેકાણાઓને કેટલી ચતુરાઈથી નિશાન બનાવવામાં આવ્યા તેનો વીડિયો ભારતીય સેના દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવ્યો. આ વિડીયો બતાવે છે કે કેવી રીતે દરેક લક્ષ્યને નિશાન બનાવવામાં આવ્યું અને સેનાએ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું. 

  • Follow us on: