ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં નવ આતંકવાદી સ્થળો પર ભારતીય સેનાના મિસાઇલ હુમલાના સમાચાર આવતા જ, બોલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રીયા આપી રહ્યા છે. સોનુ નિગમ, અનુપમ ખેર, વિવેક અગ્નિહોત્રી, રિતેશ દેશમુખ સહિતના સ્ટાર્સે ભારતના સુરક્ષા દળોની કામગીરી પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરી છે. ભારતે આતંકવાદી સ્થળોને નિશાન બનાવતી આ લશ્કરી કાર્યવાહી, 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર ભારતનો કરારો જવાબ. આજે સવારથી જ ભારતની એરસ્ટ્રાઈકના સમાચાર સામે આવતા સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી જયશંકર સહિતના દિગ્ગજ રાજનેતાઓ અને બોલીવુડ અભિનેતાઓ પણ ભારતની કડક કાર્યવાહીની પ્રશંસા કરતા રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
બોલીવુડના ઘણા સેલેબ્સે ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપી છે.
સોનુ નિગમ: ભારતના લોકપ્રિય ગાયક સોનુ નિગમનું ટ્વીટ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયું છે. સોનુ નિગમે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં પોતાના X હેન્ડલ પર એક ટ્વીટ કર્યું છે જેને દેશનો લોકો ખૂબ પંસદ કરતા આ ટ્વીટને વધુને વધુ વાયરલ કરી રહ્યા છે. સોનુ નિગમે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ઘર મેં ઘુસકર મારા હૈ, કબ્ર તુમ્હારી ખોદી હૈ" "ભારત કી ગદ્દી પર બેઠા, બાપ તુમ્હારા મોદી હૈ" સમજે બેટા પાકિસ્તાન.
વિવેક અગ્નિહોત્રી: બોલિવૂડની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' થી વધુ લોકપ્રિયતા મેળવનાર દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની પ્રશંસા કરતા X (અગાઉ ટ્વિટર) પર એક સરળ પણ શક્તિશાળી સંદેશ, "જય હિંદ" શેર કર્યો. દિગ્દર્શક સાથે જોડાતા, અભિનેતા અનુપમ ખેરે પણ X પર "ભારત માતા કી જય #ઓપરેશનસિંદૂર" લખીને પોતાનો આદર અને ગર્વ દર્શાવતા પોતાનો ટેકો વ્યક્ત કર્યો.
રિતેશ દેશમુખ : રિતેશ દેશમુખે લખ્યું- જય હિંદ આર્મી... ભારત માતા કી જય... ઓપરેશન સિંદૂર. દિગ્દર્શક મધુર ભંડાકરે લખ્યું - અમારી પ્રાર્થનાઓ અમારી સેનાઓ સાથે છે. એક રાષ્ટ્ર, આપણે બધા સાથે ઉભા છીએ.
અભિનેત્રી નિમરત કૌરે : અભિનેત્રી નિમરત કૌરે લખ્યું- આપણા દળો સાથે એક થાઓ. એક દેશ. એક મિશન. જય હિન્દ. ઓપરેશન સિંદૂર. રાહુલ વૈદ્યએ લખ્યું- ભગવાન આપણી સેનાનું રક્ષણ કરે અને આતંકવાદને ખતમ કરવામાં તેમને વિજય આપે. જય હિન્દ.
દેવોલીના ભટ્ટાચારજી : સાથ નિભાના સાથિયા ફેમ અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારજીએ લખ્યું - તમે તમારા ધર્મ વિશે પૂછ્યા પછી ગોળી ચલાવી, હવે તમારે ભારે કિંમત ચૂકવવી પડશે. તમે ભારતની આત્મા પર હુમલો કર્યો, હવે તમે ધૂળમાં ફેરવાઈ જશો. જય હિન્દ. ભારતનો વિજય. જય હિન્દ આર્મી. ભારતે ઓપરેશન સિંદૂરથી હુમલો કર્યો.