ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર હેઠળ કરેલા મિસાઈલ એટેક બાદ પાકિસ્તાને ભારતીય સેનાના ઠેકાણા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારતના 15 શહેરો પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાને સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. ભારતે પાકિસ્તાનને આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા ગુજરાત, પંજાબ, શ્રીનગર અને જમ્મુમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
ભારતે પ્રથમવાર S-400નો ઉપયોગ કર્યો હતો
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગુજરાતના ભુજનો સમાવેશ થાય છે. આ સિવાય રાજસ્થાન અને પંજાબના અમૃતસરમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.આ હુમલાના પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 ફેલ ગઈ હતી. સેના દ્વારા પાકિસ્તાનની રડાર સિસ્ટમ તોડી પાડવામાં આવી છે. ડ્રોન અને મિસાઈલ થી હુમલાનો પ્રયાસ કરાયો હતો. ત્યાર બાદ ભારતીય સેના દ્વારા એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ હુમલા નિષ્ફળ કરાયા હતાં. ભારતે પ્રથમવાર S-400નો ઉપયોગ કર્યો હતો.
કચ્છના ખાવડા પાસે ડ્રોન બ્લાસ્ટ
ગુજરાતમાં કચ્છના ખાવડા પાસે ડ્રોન બ્લાસ્ટ થયો હતો. સવારે અંદાજે 6 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે. સવારે ચાર વાગ્યે કરૂણ ગામ પાસે ડ્રોન દેખાયુ હતું. પ્રત્યક્ષદર્શીઓના મતે વીજ લાઈન સાથે ડ્રોન અથડાયુ હતું. દોઢ કલાક સુધી ડ્રોન ઉડતુ દેખાયુ હતું. પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા ડ્રોન કોનું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.