ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સહિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આતંકવાદીઓના ઠેકાણાઓ પર હવાઈ હુમલાથી પાકિસ્તાન હચમચી ગયું છે. પહેલગામ હુમલાના 15 દિવસ પછી આતંકવાદી છાવણીઓ પર એક સાથે હુમલો થયો છે.


આ દરમિયાન, એવા સમાચાર છે કે જમ્મુ-કાશ્મીરના અખનૂર વિસ્તારમાં ભારતીય સેના દ્વારા એક પાકિસ્તાની JF-17 ફાઇટર પ્લેનને તોડી પાડવામાં આવ્યું છે.જમ્મુ-કાશ્મીરના અખનૂર વિસ્તારના ભરડા કલાનમાં JF-17 પાયલોટ સાથે ક્રેશ થયું હોવાના અહેવાલ છે. પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસ, સેના અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે હાજર છે.

ભારતે પાકિસ્તાન સાથેની સરહદ પર તમામ હવાઈ સંરક્ષણ એકમોને સક્રિય કરી દીધા છે. ભારતના હવાઈ હુમલા બાદ સમગ્ર પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. ભારતીય વાયુસેનાએ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરના કેમ્પ અને ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે. 

મુરીદકે

બહાવલપુર

મુઝફ્ફરાબાદમાં બે નિશાન

ગુલપુર

ભીમ્બર

ચક અમરુ

કોટલી

સિયાલકોટ નજીક એક આતંકવાદી કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો છે.

  • Follow us on: