ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની સ્થિતિને જોતા પ્રધાનમંત્રી નિવાસસ્થાને એક ખૂબ જ મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ત્રણેય સેનાના વડાઓ, સીડીએસ અનિલ ચૌહાણ અને એનએસએ અજિત ડોભાલ હાજર રહ્યા હતા. 


અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની સત્તાવાર જાહેરાતના થોડા કલાકો પછી, શ્રીનગર સહિત ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા અને વિસ્ફોટોના અવાજો સંભળાયા. પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યાના થોડા કલાકો પછી ભારતના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની આ કાર્યવાહીનો જવાબ આપવા માટે સેનાને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

માહિતી અપડેટ કરવામાં આવી રહી છે. 

  • Follow us on: