જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના બદલામાં કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર ચલાવ્યુ. આતંકીઓનો ખાત્મો બોલાવ્યો. આ મામલે બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું. તેમણે સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂર સફળ રહ્યુ છે. સેનાએ તેને સફળ બનાવ્યુ છે. ભારતીય સેનાએ પોતાના અદમ્ય સાહસનો પરિચય આપ્યો છે.


અસંભવ કામને સંભવ કરી બતાવ્યું- સંબિત પાત્રા 

તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનને ખબર હતી કે ભારત છોડશે નહી. ભારતે સિંધુ જળ સમજૂતી કરાર રદ્દ કર્યો. દુનિયામાં પાકિસ્તાન આખુ અલગ પડી ગયુ. મોટા મોટા ઇસ્લામિક દેશોએ ભારતનું સમર્થન કર્યું, અસંભવ કામને મોદી સરકારે સંભવ કરી બતાવ્યું. ભારતીય સેનાની બહાદુરી દુનિયાએ જોઇ. તેમણે કહ્યું કે પાકિસ્તાને ઘણુ નુકસાન વેઠવુ પડશે. સેનાએ આતંકીઓને ઠાર કરી દીધા. 9 આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કર્યા. પાકિસ્તાન પર ઘણા પ્રતિબંધો લગાવ્યા.

મિટ્ટી મે મિલાયેંગે..

ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે પહલગામ આતંકવાદી હુમલા પછી પીએમ મોદીએ વચન આપ્યું છે કે અમે 26 લોકોના મોતનો બદલો લઈશું. તેમણે કહ્યું હતું કે બદલો દુશ્મનની કલ્પના બહારનો હશે, અને એવું જ થયું. તેમણે "મિટ્ટી મેં મિલાયેંગે" અને "ગુસ કે મારેંગે" પણ કહ્યું હતું; અમે તે જ કર્યું. પીએમ મોદીના નિર્ણય અને આપણા સશસ્ત્ર દળોની બહાદુરીએ ખાતરી આપી કે આતંકવાદી સ્થળોને કાટમાળમાં ફેરવી દેવામાં આવ્યા...22 એપ્રિલથી 7 મે સુધી, દેશમાં તણાવનું વાતાવરણ હતું. તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ભૂતકાળમાં સર્જિકલ સ્ટ્રાઈક હોવા છતાં, પાકિસ્તાન ક્યારે હુમલો કરશે તેનો અંદાજ લગાવી શક્યું ન હતું. 





  • Follow us on: