મહારાષ્ટ્રમાંથી ખુબ મોટી દુર્ધટનાના સમાચાર સામે આવ્યા છે. ભંડારાની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના સી સેક્શનમાં વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. ભંડારા જિલ્લાના જવાહર નગર સ્થિત ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના સી સેક્શનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.


આ પહેલા 22 ઓક્ટોબરે મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો વિસ્ફોટ

આ પહેલા પણ આવી ઓર્ડિનન્સ ફેક્ટરીમાં અવાર નવાર વિસ્ફોટ થયા છે. તો આજે આપણે જાણીએ કે ઓર્ડિનન્સ ફેક્ટરી શું છે અને આ પહેલા ક્યારે ક્યારે થઇ હતી દુર્ઘટના. મધ્યપ્રદેશના જબલપુરના ખમરિયામાં મંગળવારે (22 ઓક્ટોબર)ના રોજ થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 13 કર્મચારીઓ ઘાયલ થયા હતા.

વિસ્ફોટમાં 2 કર્મચારીઓના મોત થયા હતા અને 11 ઘાયલ થયા હતા

ખમરિયા ઓર્ડનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ દરમિયાન બે કર્મચારીઓના મોત થયા હતા. 11 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ફેક્ટરીના F6 વિસ્તારમાં રશિયન પિકોડા બોમ્બ ઉકળતી વખતે બની હતી. જો કે આ બ્લાસ્ટ બાદ ઓર્ડનન્સ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી તપાસ કરી હતી કે આ બ્લાસ્ટ કેવી રીતે, શા માટે અને કયા કારણોસર થયો.

ફેક્ટરીની સ્થાપના ક્યારે થઈ?

ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરીઓ એ ભારતનું ઔદ્યોગિક માળખું છે જે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગ હેઠળ કામ કરે છે. તેનું મુખ્યાલય કોલકાતામાં છે. તે 39 ફેક્ટરીઓ, 9 તાલીમ સંસ્થાઓ, 3 પ્રાદેશિક માર્કેટિંગ કેન્દ્રો અને 4 પ્રાદેશિક સુરક્ષા નિયંત્રણ કચેરીઓનું જૂથ છે. 

ઓર્ડિનન્સ ફેક્ટરી ક્યા રાજ્યમાં કેટલી?

ઉત્તર પ્રદેશ 8

મધ્ય પ્રદેશ 6

તમિલનાડુ 6

પશ્ચિમ બંગાળ 4

ઓર્ડનન્સ ફેક્ટરી  છે શું? 

સરકારના મતે, આર્મીને સમયસર વધુ સારા હથિયારો મળી રહે તે માટે ઓર્ડનન્સ ફેક્ટરીને કોર્પોરેટાઇઝ્ડ કરવામાં આવે તે જરૂરી છે. 2020 વર્ષ જૂનું ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ લશ્કર માટે દારૂગોળોથી લઈને મિસાઈલથી લઈને તોપો અને ટેન્ક સુધી બધું જ બનાવે છે.

  • Follow us on: