• CAAને લઇને ઓવૈસીએ ખખડાવ્યા સુપ્રિમ કોર્ટના દ્વાર
  • નાગરિકતાનો દરજ્જો આપવાની અરજી પર કાર્યવાહી ન કરવા જણાવ્યું
  • 11 માર્ચે કેન્દ્ર સરકારે CAAને લઇને નોટિફિકેશન પાડ્યુ બહાર

CAA લાગુ કરવાને લઇને વિપક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધન દ્વારા આ કાયદાને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે હાલમાં પણ આ સિલસિલો યથાવત છે. ત્યારે હવે અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

ઓવૈસીએ અરજીમાં શું કહ્યું?

અરજીમાં ઓવૈસીએ કહ્યું કે કાર્યવાહી પેન્ડિંગ હોય તે દરમિયાન નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 6B હેઠળ નાગરિકતાનો દરજ્જો આપવાની માંગ કરતી કોઈપણ અરજી પર સરકાર દ્વારા વિચારણા અથવા કાર્યવાહી કરવી જોઈએ નહીં.

શું છે ઓવૈસીનો અભિપ્રાય ?

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે તાત્કાલિક અસરથી CAAના અમલ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ ઉપરાંત તેમણે NRCનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ઓવૈસીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે CAAનું NRC સાથે ખોટું જોડાણ છે. NRC દ્વારા ભારતીય મુસ્લિમોને નિશાન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. CAAના નોટિફિકેશન બાદ ઓવૈસીએ કહ્યું હતું કે ધર્મના આધારે કોઈ કાયદો બનાવી શકાતો નથી અને તેના પર સુપ્રીમ કોર્ટના ઘણા નિર્ણયો છે. તેમણે કહ્યું, "આ સમાનતાના અધિકારની વિરુદ્ધ છે. તમે દરેક ધર્મના લોકોને નાગરિકતા આપી રહ્યા છો, પરંતુ ઈસ્લામ ધર્મના લોકોને નથી આપી રહ્યા."

વેબસાઈટ અને મોબાઈલ એપ લોન્ચ

ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ સોમવાર 11 માર્ચ, 2024 ના રોજ CAAના નિયમોની સૂચના આપી હતી. 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. આ માટે સરકાર દ્વારા એક વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે અને તેની એપ્લિકેશન માટે કેન્દ્ર દ્વારા મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે.

  • Follow us on: