દિલ્હીમાં અંગોલાના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન PM મોદીએ તેમનું સ્વાગત કર્યુ હતુ આ દરમિયાન તેમણે પહલગામ આતંકવાદી હુમલાને વખોડ્યો હતો. અમે આતંકવાદીઓ અને તેમને ટેકો આપનારાઓ સામે મજબૂત અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
આતંકવાદી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે "હું રાષ્ટ્રપતિ લોરેન્કો અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે. 38 વર્ષ પછી, અંગોલાના રાષ્ટ્રપતિ ભારતમાં આવ્યા છે. તેમની મુલાકાત માત્ર ભારત અને અંગોલા વચ્ચેના સંબંધોને નવી દિશા આપશે નહીં, પરંતુ ભારત-આફ્રિકા સંબંધોને પણ મજબૂત બનાવશે. ભારત અને અંગોલા તેમના રાજકીય સંબંધોની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે... જ્યારે અંગોલા તેની સ્વતંત્રતા માટે લડી રહ્યું હતું, ત્યારે ભારત તેની સાથે ઉભું હતું. આજે, અમે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદાર છીએ. ભારત તેલ અને ગેસના સૌથી મોટા ખરીદદારોમાંનો એક છે. અમે અમારા ઉર્જા સંબંધોને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે અંગોલાના સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા માટે 200 મિલિયન ડોલરની સંરક્ષણ ક્રેડિટ લાઇન પ્રદાન કરીશું."
માનવતા માટે આતંકવાદ મોટો ખતરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, "અમે આતંકવાદીઓ અને તેમને ટેકો આપનારાઓ સામે મજબૂત અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સરહદ પારના આતંકવાદ સામેની અમારી લડાઈમાં અંગોલાના સમર્થન બદલ અમે તેમનો આભાર માન્યો. માનવતા માટે આતંકવાદ મોટો ખતરો, આતંકવાદને ખતમ કરીને જ રહીશુ. આતંકવાદી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.
આપણે એક જ મત ધરાવીએ છીએ કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. મેં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ રાષ્ટ્રપતિ લોરેન્કો અને અંગોલાનો આભાર માન્યો.













