પાકિસ્તાની જાસૂસીના આરોપને લઇને ચાલી રહેલી તપાસમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઇ છે. હિસાર કોર્ટ દ્વારા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઇ છે. કથિત પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રાને હિસાર કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી આપ્યો છે. હિસાર પોલીસે સોમવારે ચાર દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ જ્યોતિ મલ્હોત્રાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી હતી. પોલીસે કડક સુરક્ષા વચ્ચે જ્યોતિ મલ્હોત્રાને કોર્ટમાં રજૂ કર્યા. જ્યોતિ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે.
હિસાર પોલીસની કસ્ટડીમાં જ્યોતિ
મહત્વનું છે કે યુટ્યુબર જ્યોતિ હાલ હરિયાણાના હિસાર પોલીસની કસ્ટડીમાં છે. જાસૂસીના શંકામાં છેલ્લા બે અઠવાડિયામાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરાયેલા 12 લોકોમાં મલ્હોત્રાનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓને શંકા છે કે ઉત્તર ભારતમાં પાકિસ્તાન સાથે જોડાયેલા સક્રિય જાસૂસી નેટવર્કની હાજરી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ પોલીસની એક ટીમે હરિયાણામાં જાસૂસીના શંકાસ્પદ આરોપી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ઉજ્જૈન મહાકાલ મંદિરની મુલાકાત અંગે પૂછપરછ કરી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું.મહત્વનું છે કે 22 મેના રોજ હિસાર કોર્ટે ફરીથી જ્યોતિને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી હીત. જે આજે પૂર્ણ થતા હતા.
શું જ્યોતિ પાકિસ્તાનની જાસૂસ ?
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રાના કેસની ડિજિટલ ફોરેન્સિક તપાસમાં ખુલાસો થયો છે કે તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરતી હતી. સાથે એ ખુલાસો પણ થયો કે તે દાનિશની ઘણી નજીક હતી. જો કે હાલમાં હરિયાણાની હિસાર પોલીસ જ્યોતિને મળનારા ફંડના સોર્સની તપાસ કરી રહી છે. હિસાર પોલીસે જ્યોતિને ધર્મ બદલવા અને દાનિશના લગ્નની વાતનું ખંડન કર્યુ છે.