• લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા
  • વિપક્ષના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
  •  આજે બંને ગૃહમાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે

સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે. પાંચમા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ NEET પરીક્ષાનો મુદ્દો ઉઠાવ્યો અને ચર્ચાની માંગ કરી. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. જો કે વિપક્ષના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. આજે બંને ગૃહમાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે.

રાહુલે સંવિધાનને લઇને ભાષણની શરૂઆત કરી. EDએ પૂછપરછ કરી અમે તેનો આનંદ માણ્યો 55 કલાક સુધી મારી પૂછપરછ કરવામાં આવી. 

ત્રિશુળ એટલે અહિંસા- રાહુલ

ભગવાન શિવને પોતાના પ્રેરણાસ્ત્રોત ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને પ્રતિકૂળ સંજોગોમાં સંઘર્ષ કરવાની પ્રેરણા તેમની પાસેથી મળી છે. તેમના ડાબા હાથમાં ત્રિશૂળનો અર્થ છે અહિંસા. અમે કોઈપણ હિંસા વિના સત્યનું રક્ષણ કર્યું છે. 

રાહુલે લોકસભામાં ભગવાન શંકરની તસવીર લહેરાવી હતી

રાહુલ ગાંધીએ લોકસભામાં સંબોધન દરમિયાન ભગવાન શંકરની તસવીર લહેરાવી હતી. આના પર સ્પીકર ઓમ બિરલાએ તેમને અટકાવ્યા અને રૂલ બુક બહાર કાઢી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ગૃહમાં શિવજીની તસવીર પણ ન બતાવી શકીએ, તમે મને રોકી રહ્યા છો. મારી પાસે વધુ ચિત્રો હતા જે હું બતાવવા માંગતો હતો અને જણાવવા માંગતો હતો કે કેવી રીતે ભગવાન શિવે મારી રક્ષા કરી.

  • Follow us on: