• પવન કલ્યાણ બનવા જઇ રહ્યા છે આંધ્રપ્રદેશના ડે.સીએમ
  • 21 બેઠકો પર પવનકલ્યાણની પાર્ટીએ મેળવી છે જીત
  • આજે પવન કલ્યાણે મંત્રી પદના લીધા શપથ

તેલુગુ સિનેમા જગતના સુપર સ્ટાર પવન કલ્યાણ હાલ આંધ્રમાં પોતાની જીતને લઇને ખાસ ચર્ચામાં છે. વળી જીત બાદ તેઓ ચિંરજીવીને મળવા પહોંચે છે તેમને પગે લાગે છે તે વીડિયો પણ ખાસ્સો વાયરલ થયો છે. પવન કલ્યાણ સાથે તેમની પત્ની અને બાળક જોવા મળે છે. તેમની પત્નીને જોતા એમ થાય કે તે વિદેશી છે. ત્યારે આવો જાણીએ પવન કલ્યાણની પત્ની કોણ છે.

પવન કલ્યાણનું અંગત અંગત

જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણના ચાહકો અને પરિવાર તેમની જીતથી ખૂબ જ ખુશ છે. પવન કલ્યાણની ફિલ્મો વિશે તો આપણે જાણીએ છીએ પરંતુ તેમના અંગત જીવન વિશે વાત કરીએ. પવન કલ્યાણનું અંગત જીવન પણ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. તેમણે ત્રણ વાર લગ્ન કર્યા અને બે વાર છૂટાછેડા લીધા છે. હાલ તેમની પત્ની છે અન્ન લેજનેવા.

કોણ છે પવન કલ્યાણની પત્ની ?

પવન કલ્યાણની ત્રીજી પત્ની અન્ના લેજનેવા રશિયન મોડલ રહી ચૂકી છે. તેમનો જન્મ 1980માં થયો હતો. તેમણે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અન્ના લેજનેવાએ ફિલ્મ તીન મારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

2013માં કર્યા લગ્ન

પવન અને અન્નાએ ફિલ્મ તીન મારમાં સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન બંને પ્રેમમાં પડ્યા અને પછી તેઓ સાથે રહેવા લાગ્યા. આ પછી પવન અને અન્નાએ 2013માં લગ્ન કર્યા હતા.2017માં અન્ના અને પવનને એક દિકરો થયો. અન્ન લેજનેવાના છૂટાછેડા થયેલા છે. તેને પોલેના અંજના પવનોવા નામની દીકરી પણ છે.

પતિની આરતી ઉતારીને કર્યુ સ્વાગત

થોડા સમય પહેલા મીડિયા રિપોર્ટ્સમાં એવી વાત સામે આવી હતી તે આ કપલ હવે અલગ રહે છે. કારણ કે અન્ના તેલુગુ સ્ટાર્સ વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીની સગાઈમાં હાજરી આપી ન હતી. તે રામ ચરણ અને ઉપાસનાની પુત્રીના નામકરણ સમારોહમાં પણ હાજર ન હતી. જો કે આ અફવાઓ પર વિરામ મુકાયો છે. પવન કલ્યાણ આંધ્રપ્રદેશની ચૂંટણી જીત્યા અને એન્ના અને તેમના પુત્ર અકીરા નંદને તેમનું સ્વાગત કર્યું હતુ. આ દરમિયાન એન્ના પવન કલ્યાણની આરતી ઉતારતી જોવા મળી હતી.


  • Follow us on: