યુપીના આગરામાં વાયુસેનાનુ પ્લેન ક્રેશ થયુ હોવાનું સામે આવ્યું છે. પ્લેનમાં સવાર બંને પાયલટનો બચાવ થયો છે. તેઓ પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. જેવુ પ્લેન જમીન પર પડ્યુ કે પ્લેનમાં આગ લાગી ગઇ. આગરાના સોનિગા ગામમાં આ ઘટના બની હતી. 



હાલ આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ એરફોર્સનું એક વિમાન ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામીના કારણે ઉડાન દરમિયાન આગ લાગી હતી. પાઈલટે આ અંગે કંટ્રોલ રૂમને જાણ કરી હતી.


આ વિમાન પંજાબના આદમપુરથી ટેકઓફ થયું હતું અને પ્રેક્ટિસ માટે આગ્રા જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાસ્થળેથી મળેલી તસવીરોમાં સળગતા ફાઈટર જેટની નજીક લોકોની ભીડ જોવા મળી હતી.  અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ આગ્રા કેન્ટોનમેન્ટના સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગને કારણે પ્લેન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું. ઘણા પ્રસંગોએ મિગ-29 એરક્રાફ્ટ ભારત માટે અવિશ્વસનીય સાબિત થયા છે. આ ફાઇટર પ્લેનને ઔપચારિક રીતે 1987માં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2022 સુધીમાં ભારતમાં લગભગ 115 મિગ-29 એરક્રાફ્ટ સેવામાં હતા.

વસાહતથી દૂર ખેતરમાં પડ્યુ

રાહતની વાત એ છે કે પ્લેન આગરાના રહેણાંક વિસ્તારમાં પડ્યું ન હતું, નહીં તો મોટી દુર્ઘટના થઈ હોત. પ્લેન એક ખેતરમાં પડ્યું, ત્યારબાદ તેમાં આગ લાગી. મિગ-29 ફાઈટર પ્લેન ઘણા વર્ષોથી સેનામાં સેવા આપી રહ્યા છે. સરકાર આ વિમાનોને પણ ધીરે ધીરે નિવૃત્ત કરી રહી છે.

  • Follow us on: