પીએમ મોદી 4 રાજ્યોના પ્રવાસે છે. વાતાવરણ ખરાબ હોવાને કારણે આજે તેઓ સિક્કિમના કાર્યક્રમમાં તો હાજર ન રહી શક્યા પરંતુ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજરી આપી હતી. ત્યારે હવે તેઓ પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. અહીં અલીપુર દ્વારમાં તેઓ 1010 કરોડની ગેસ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. જે બાદ પીએમ મોદીએ સભા સંબોધન કરતા જણાવ્યું કે ભારતેઉર્જા ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવી છે. દરેક ગામમાં સરળથી ગેસ સિલિન્ડર મળી રહ્યો છે.  2014 પહેલા 14 કરોડથી ઓછા એલપીજી ગેસ કનેક્શન હતા જે આજે વધીને 31 કરોડ એલપીજી ગેસ કનેક્શન છે. 


સંસ્કૃતિઓથી જોડાયેલી ભૂમિ- પીએમ મોદી

અલીપુરદ્વારમાં જનતાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 'અલીપુરદ્વારની આ ભૂમિ ફક્ત સરહદોથી જ નહીં પરંતુ સંસ્કૃતિઓથી પણ જોડાયેલી છે. એક તરફ ભૂટાનની સરહદ છે, બીજી તરફ આસામની શુભેચ્છાઓ છે. એક તરફ જલપાઈગુડીની સુંદરતા છે, બીજી તરફ કૂચબિહારનું ગૌરવ છે. આજે મને આ સમૃદ્ધ ભૂમિ પર આપ સૌને મળવાનું સૌભાગ્ય મળ્યું છે.'

'બંગાળની ભાગીદારી અપેક્ષિત છે અને જરૂરી પણ'

પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે ભારત 'વિકસિત રાષ્ટ્ર' બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે બંગાળની ભાગીદારી અપેક્ષિત છે અને જરૂરી પણ છે. આ ઇરાદા સાથે, કેન્દ્ર સરકાર અહીં માળખાગત સુવિધાઓ, નવીનતા અને રોકાણને સતત નવી ગતિ આપી રહી છે.'

રોજગારીની તકો વધશે 

CGD પ્રોજેક્ટ અલીપુરદુરવાર અને કૂચ બિહાર જિલ્લાના 2.5 લાખથી વધુ ઘરોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પૂરો પાડશે અને 100 થી વધુ વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમોને પણ તેનો લાભ મળશે. આ ઉપરાંત, 19 CNG સ્ટેશન પણ સ્થાપિત કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ પ્રોજેક્ટ પ્રદેશમાં સ્વચ્છ, સસ્તું અને વિશ્વસનીય ઇંધણનો પુરવઠો સુનિશ્ચિત કરશે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઉભી કરશે.

  • Follow us on: