જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનમાં હાથ ધરવામાં આવેલા "ઓપરેશન સિંદૂર" માટે પીએમ મોદીએ ભારતીય સેનાની પ્રશંસા કરી છે. તેમણે તેને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી છે. કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ સેનાના કામના વખાણ કર્યા હતા. તો તમામ મંત્રીઓએ પીએમ મોદીને "ઓપરેશન સિંદૂર" માટે શુભેચ્છાઓ આપી હતી.


કેબિનેટ બેઠક બાદ પીએમ મોદીનું પ્રથમ નિવેદન

પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા "ઓપરેશન સિંદૂર" પર પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનું પહેલું નિવેદન આપ્યું છે. કેબિનેટ બેઠકમાં તેમણે કહ્યું કે સેનાએ ઉત્તમ કામ કર્યું છે. આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. ભારતીય સેનાએ મંગળવારની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ સ્થળોએ બોમ્બમારી કરી હતી. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરનો આખો પરિવાર માર્યો ગયો છે. તેમના પરિવારના 10 સભ્યો માર્યા ગયા છે. "ઓપરેશન સિંદૂર" પછી યોજાયેલી કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ આ વાત કહી હતી. ભારતની ત્રણેય સેનાઓને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે તેમણે ખૂબ જ સુંદર કામ કર્યું છે. આખા દેશને તેમના પર ગર્વ છે. 

  • Follow us on: