જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને જવાબ આપી દીધો છે. આ હુમલા બાદ દેશમાં કેટલીક જગ્યાઓ પર એલર્ટ આપી દેવામાં આવ્યુ છે.ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના કચ્છમાં એલર્ટ અપાયું છે.રાજકોટ-ભુજ અને જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ હાઈ એલર્ટ પર મુકાયુ છે. જામનગર એરપોર્ટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જામનગર આવન-જાવન કરતી તમામ ફ્લાઇટ કેન્સલ












