જામનગરમાં ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો છે. રૂપિયા 16 લાખથી વધુની કિંમતનો ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો છે. ગુલાબનગર ડમ્પયાર્ડ પાસે અનાજનો જથ્થો ઝડપાયો છે. ચોખા, ઘઉં, બાજરી અને ચણાનો જથ્થો ઝડપાયો છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી દરમિયાન અનાજનો જથ્થો ઝડપાયો છે.
ગુલાબનગર ડમ્પયાર્ડ પાસે અનાજનો જથ્થો ઝડપાયો
તમને જણાવી દઈ કે જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલા મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફતે ખરીદી કરીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા અનાજમાં 26,250 કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂ.10,23,750, 13,990 કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત રૂ. 3,77,730, 390 કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂ.10,530 અને 300 કિલોગ્રામ ચણા જેની બજાર કિંમત રૂ.16,500નો સમાવેશ થાય છે.
16 લાખથી વધુનો મુદ્દામાલ પકડાયો
આ ઉપરાંત, સ્થળ પરથી 4 રીક્ષા, 1 મોટરસાઈકલ અને 5 વજનકાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, તંત્ર દ્વારા કુલ રૂ.16,51,510નો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો છે. તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે.