જામનગર મહાનગર પાલિકાને લઈને કોગ્રેસ કાર્યકરોએ દેખાવો કર્યા. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરૂવારે કમિટીના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં ગાર્બેજ કલેક્શનની વિવાદાસ્પદ માનવામાં આવતી કરોડો રૂપિયાની દરખાસ્ત આખરે પેન્ડિંગ રાખવી પડી છે કેમ કે, આ મામલે વિપક્ષના આરોપ ઉપરાંત શાસકપક્ષમાં પણ ખાનગી મતભેદો તીવ્ર બની ગયા હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવી રહ્યા છે.


કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન

મહાનગર પાલિકાની સ્ડેન્ટીંગ કમિટીની બેઠક સમયે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિપક્ષ દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા કે મ્યુ. કમિશ્નર દ્રારા આ કચરા અંગેનું 473 કરોડનું આ બાબતે ટેન્ડર 10 વર્ષ માટે તા.24-12-2024 ના રોજ બહાર પાડેલુ અને તા.27-12-2024 ના રોજ આ ટેન્ડર તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવેલ ક્યાં કારણથી બહાર પાડવામાં આવેલ અને કયા કારણથી તાત્કલિક આ ટેન્ડર રદ કરવામાં આવેલ અને ત્યાર બાદ સીધું જ 900 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ તે તમામ બાબત શંકા ઉપજાવે છે તેની તપાસ ની માંગ આવેદનપત્ર દ્રારા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ભાજપના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરને કમાવી દેવાનું મસ્ત મોટું કોભાંડ છે જેમાં તમામ નીતિ નિયમોને બાજુમાં મુકીને ભાજપના જ કોન્ટ્રાક્ટરોને પૂર્વ આયોજિત રાજકીય લાભ અપાવી દેવાની કારસો છે અને જેમાં જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ પણ સંડોવાયેલા છે.

કોંગ્રેસ કાર્યકરો અને NSUIની માગ

નોંધનીય છે કે મહાનગર પાલિકાના સ્ટે.કમિટીમાં ગાર્બેજ કલેક્શનનું કામ તથા રિફ્યુજ ટ્રાન્સફર સ્ટેશનનું કેપિટલ કોસ્ટ તથા ઓપરેશન અને મેઈન્ટેનન્સનું કામ તથા એમ.આર.એફના માત્ર ઓપરેશનનું કામ (ઝોન-1) (વોર્ડ નં.1 થી 8) તથા ઝોન-2 (વોર્ડ- 9 થી 16) અંગે કમિશ્નરથી રજુ થયેલ દરખાસ્ત ના મંજુર કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ વિપક્ષના કોર્પોરેટરો, મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈના આગેવાનો સાથે સૂત્રોચ્ચારો કરી દેખાવ સાથે માંગ કરી હતી અને આ કામોમાં ભ્રસ્ટાચાર થયો હોવાનું જણાવ્યું. આ દરખાસ્ત રદ કરવી જોઈએ અને કોર્પોરેશનને આર્થિક નુકશાનમાંથી બચાવી જોઈ અને મસ મોટા કોભાંડામાં કોન્ટ્રાક્ટરથી માંડીને પદાધિકારીઓ સંડોવાયેલા હોય તેની સામે વિજીલન્સ તપાસ કરવાની કોંગ્રેસ પક્ષ દ્વારા માગ કરાઈ હતી.

કોર્પોરેશનની તિજોરીને આર્થિક નુકસાન

જામનગર મહાનગર પાલીકા તરફથી જામનગર શહેરમાં કચરો ઉપાડવાનો વાર્ષિક ખર્ચ આશરે 30 થી 32 કરોડ થાય છે જેમાં વજન આધારે કચરો ઉપાડે છે તે તમામ પ્રક્રિયા બાજુમાં મૂકીને નવું ટેન્ડર બહાર પાડીને આશરે 900 કરોડનું દસ વર્ષ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર બહાર પાડવાથી જામનગર મહાનગર પાલિકાની તિજોરીને ભંયકર આર્થીક નુકશાન થાઈ તેમ છે કોર્પોરેશન ક્યારેય પણ એકી સાથે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ આપેલ નથી અઢી વર્ષ જ સારી કામગીરી બાદ જ તેને ફરીથી રીન્યુ કરવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો આવનારા દિવસોમાં મહાનગર પાલિકાના કર્મચારીઓના પગારના પણ ફાંફા રહેશે. જેમકે વેસ્ટ ટુ એનર્જી જે કચરામાંથી ખાતર બનાવી દેવાની અને વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ કરેલ પરંતુ હાલ વેસ્ટ ટુ એનર્જી કંપની બંધ છે અને કોર્પોરેશનનો તમામ કચરો હાલ ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટ પાસે ભેગો કરેલ છે. આજ ડમ્પિંગ પોઈન્ટમાંથી કચરો ઉપાડવા અગાઉ છ કરોડતો ચૂકવી દીધા છે અને હવે એક મહિનાથી આ વેસ્ટ ટુ એનર્જીનો પ્લાન્ટ બંધ હોવાથી આ કચરો ભેગો થઇ ગયેલ છે તો ફરી પાછા તેમાં રૂપિયા ખર્ચી અને એજ કોર્પોરેશનને નુકશાન છે તેમજ ભંયકર ભ્રષ્ટાચાર છે

  • Follow us on: