જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા મામલે કાર્યવાહી સખ્ત કરાઇ છે. પીએમ મોદીએ પોસ્ટ દ્વારા હુમલાની નિંદા કરી છે. તો રાહુલ ગાંધીએ પણ આ હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે. તો હુમલા અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ચિંતા વ્યક્ત કરી છે. તો આ તરફ, અમિત શાહે પીએમ મોદીના આદેશનું પાલન કરતા તેઓ તુરંત જમ્મુ કાશ્મીર જવા માટે રવાના થયા છે.


પીએમ મોદીનો વળતો જવાબ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાય મળશે... તેમને બક્ષવામાં આવશે નહીં! તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.

 

પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે શું થયું?

પ્રધાનમંત્રી હાલમાં સાઉદી અરેબિયાના પ્રવાસે છે. ફોન પર વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રીએ શાહને તમામ યોગ્ય પગલાં લેવા સૂચના આપી છે. પ્રધાનમંત્રીએ શાહને સ્થળની મુલાકાત લેવા પણ કહ્યું છે.

પહેલગામ આતંકવાદી હુમલા પર કોણે શું કહ્યું?

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અબ્દુલ્લાએ કહ્યું કે પહેલગામમાં થયેલા હુમલાથી તેઓ આઘાત પામ્યા છે. પ્રવાસીઓ પર હુમલો અત્યંત ઘૃણાસ્પદ છે. આ હુમલાના ગુનેગારો ક્રૂર, અમાનવીય અને તિરસ્કારને પાત્ર છે. હું શ્રીનગરથી પાછો ફરી રહ્યો છું. મારા સાથીદારો ઘાયલ લોકોની દેખરેખ રાખવા માટે હોસ્પિટલ પહોંચી ગયા છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. મહેબૂબાએ કહ્યું કે અમારી સંવેદનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. ભાજપ નેતા રવિન્દર રૈનાએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે. રવિન્દરે કહ્યું કે પાકિસ્તાની આતંકવાદીઓ ભારતીય સુરક્ષા દળોનો સામનો કરી શકતા નથી, તેથી તેઓએ નિઃશસ્ત્ર અને નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવ્યા.

આતંકવાદી હુમલાની જવાબદારી કોણે લીધી?

'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' એટલે કે TRF એ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોના ઈશારે કામ કરતી TRF છેલ્લા કેટલાક વર્ષોથી જમ્મુ અને કાશ્મીરમાં સતત હુમલા કરી રહી છે. 

  • Follow us on: