- પાકિસ્તાની આતંકવાદીઓ સામે મોટાપાયે કાર્યવાહી
- SIU ચાર આતંકવાદીઓના ઘરો પર દરોડા પાડયા
- કિશ્તવાડ જિલ્લાના અનેક સ્થળોએ દરોડા
જમ્મુ-કાશ્મીર પોલીસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (SIU) એ બુધવારે (24 મે) કિશ્તવાડ જિલ્લાના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમા ચાર આતંકવાદીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. આ ચારેય આતંકવાદીઓ પાકિસ્તાનમાં છે અને ત્યાંથી આતંકવાદી ગતિવિધિઓ કરે છે. જમ્મુમાં એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. કિશ્તવાડના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ખલીલ અહેમદ પોસવાલે જણાવ્યું હતું કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળના કેસમાં કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવ્યા બાદ પડ્ડેર, કેશવાન અને ઠકરાઈમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
5 આતંકવાદીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા
આ પહેલા 18 મેના રોજ એસઆઈયુની ટીમે પાંચ આતંકીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી આતંકવાદી ગતિવિધિઓ કરે છે. આ ઉપરાંત જિલ્લામાં ત્રણ શંકાસ્પદ લોકોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.











