યુપીના સીએમ યોગીએ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાનને પ્રયાગરાજ કુંભ મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ સીએમ યોગીએ પીએમ મોદીને પ્રયાગરાજ કુંભ મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું છે. મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે, જેમાં આ વર્ષે 40 કરોડ ભક્તો આવવાની આશા છે. અગાઉ, 30 ડિસેમ્બર, 2024 ના રોજ, સીએમ યોગીએ પ્રયાગરાજ કુંભ મેળામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. આવવા આમંત્રણ આપ્યું હતું.













