"અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોનકાલ્વેસ લોરેન્કો નવી દિલ્હીની રાજધાની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી ગૃહોનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. અને રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ દ્વારા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું," રાષ્ટ્રપતિની પીએમ મોદી સાથે મુલાકાત થઇ હતી.


મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય

આ ચાર દિવસીય મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે રાજદ્વારી, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે. રાષ્ટ્રપતિ લોરેન્કોનું એરપોર્ટ પર વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી વ્યાપારી ગૃહોના પ્રતિનિધિઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. મંત્રી કીર્તિ વર્ધન સિંહે પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર સ્વાગત સંદેશ શેર કર્યો હતો અને કહ્યું હતું કે, "મને અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લોરેન્કોનું ભારતની તેમની રાજ્ય મુલાકાત પર સ્વાગત કરતાં આનંદ થાય છે." આ મહત્વપૂર્ણ મુલાકાત ભારત અને અંગોલા વચ્ચેના રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1986 પછી અંગોલાના રાષ્ટ્રપતિની આ પહેલી ભારત મુલાકાત છે.

દ્વિપક્ષીય વાટાઘાટોને મહત્ત્વ

રાષ્ટ્રપતિ લોરેન્કો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે અલગ-અલગ મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો થશે. તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ કરાઇ હતી. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "મુલાકાત દરમિયાન અનેક એમઓયુ અને કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. જે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપશે."

વાણિજ્યિક સંબંધોને પ્રોત્સાહન

રાષ્ટ્રપતિ લોરેન્કો નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને વાણિજ્યિક સંબંધોને પ્રોત્સાહન આપવાના હેતુથી એક વ્યાપાર કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં તેલ, ગેસ, માળખાગત સુવિધા, કૃષિ અને ખાણકામ જેવા ક્ષેત્રોના મુખ્ય હિસ્સેદારોને એકસાથે લાવવાની અપેક્ષા છે. 

  • Follow us on: