પીએમ મોદીએ બિહારના મધુબની જિલ્લામાં રેલી સંબોધી હતી. જનમેદનીને સંબોધિત કરતા પહેલા પીએમ અને અન્ય મંત્રીઓએ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમે પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમે જણાવ્યુ હતુ કે, ભારતની આત્મા પર આ આતંકી હુમલા કરવામાં આવ્યો છે. બિહારની ધરતી પરથી પીએમ મોદીએ પાકિસ્તાનને સંદેશ આપ્યો છે કે તમામ દોષિતોને સજા આપવામાં આવશે. ભારત પર હુમલો કરનારને પોતાની કલ્પના કરતા પણ ગંભીર સજા આપવામાં આવશે. 


પીએમ મોદીની જાહેરસભા

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબનીમાં એક જાહેર સભાને સંબોધતા, પીએમ મોદીએ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. જાહેર સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે, બિહાર એ ભૂમિ છે જ્યાંથી પૂજ્ય બાપુએ સત્યાગ્રહનો મંત્ર ફેલાવ્યો હતો. પૂજ્ય બાપુ દ્રઢપણે માનતા હતા કે જ્યાં સુધી ભારતના ગામડાં મજબૂત નહીં બને ત્યાં સુધી ભારત ઝડપથી વિકાસ કરી શકશે નહીં. દેશમાં પંચાયતી રાજની વિભાવના પાછળની આ ભાવના છે.

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબનીમાં એક જાહેર સભાને સંબોધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને મૌન પાળ્યું. પોતાનું ભાષણ શરૂ કરતા પહેલા, પીએમએ કહ્યું, મારું ભાષણ શરૂ કરતા પહેલા, હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે, તમે જ્યાં પણ હોવ, તમારી જગ્યાએ બેઠા હોવ, આપણે 22 એપ્રિલના રોજ ગુમાવેલા પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાળીએ. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે, આજે પંચાયતી રાજ દિવસ નિમિત્તે, આખો દેશ મિથિલા સાથે, બિહાર સાથે જોડાયેલો છે. આજે અહીં દેશ અને બિહારના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વીજળી, રેલ્વે અને માળખાગત સુવિધાઓ સંબંધિત આ વિવિધ કાર્યો બિહારમાં રોજગારની નવી તકો ઉભી કરશે.

પૂજ્ય બાપુને કર્યા યાદ

જાહેર સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે, બિહાર એ ભૂમિ છે જ્યાંથી પૂજ્ય બાપુએ સત્યાગ્રહનો મંત્ર ફેલાવ્યો હતો. પૂજ્ય બાપુ દ્રઢપણે માનતા હતા કે જ્યાં સુધી ભારતના ગામડાં મજબૂત નહીં બને ત્યાં સુધી ભારત ઝડપથી વિકાસ કરી શકશે નહીં. દેશમાં પંચાયતી રાજની વિભાવના પાછળની આ ભાવના છે. છેલ્લા દાયકામાં, પંચાયતોને સશક્ત બનાવવા માટે એક પછી એક પગલાં લેવામાં આવ્યા છે. ટેકનોલોજી દ્વારા પંચાયતોને પણ મજબૂત બનાવવામાં આવી છે. 

  • Follow us on: