ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Apr 24, 2025 11:46 pm
RCB Vs RR: બેંગ્લુરુએ રાજસ્થાનને હરાવ્યું, જોશ હેઝલવુડ-કૃણાલ પંડ્યાએ મચાવી ધૂમ
IPL 2025ની મેચમાં RCBએ RRને હરાવ્યું છે. જોશ હેઝલવુડ અને કૃણાલ પંડ્યાએ મેચમાં ધૂમ મચાવી છે.
Apr 24, 2025 11:34 pm
ભાવનગરમાં 11 યાત્રિકો શ્રીનગરથી પરત ફર્યા
પહલગામમાં આતંકી હુમલા બાદ ફસાયેલા ભાવનગરના 11 યાત્રિકો શ્રીનગરથી પરત ફર્યા છે. મોરારી બાપુની કથા સાંભળવા માટે યાત્રિકો ગયા હતા. જેમાં 6 મહિલા અને 5 પુરૂષ યાત્રિકો સલામત રીતે પરત ફર્યા છે. હાલમાં 11 મુસાફરો સીધા જ યતિષભાઈ પરમારના ઘરે પહોંચ્યા છે.
Apr 24, 2025 11:19 pm
ખેડાના મહુધામાં ડબલ મર્ડરનો આરોપી ઝડપાયો
ખેડાના મહુધામાં ડબલ મર્ડરનો આરોપી ઝડપાયો છે. મહીસામાં પ્રેમી અને પ્રેમિકાની ક્રૂર હત્યા થઈ હતી, યુવતી લગ્નના આગલા દિવસે પ્રેમી સાથે ભાગી હતી. આઈડી પ્રૂફ ન હોવાથી હોટલમાં રૂમ મળ્યો નહતો. આરોપી યુવક-યુવતીને વાડીએ લઈ ગયો હતો. યુવકની માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરાઈ હતી.
Apr 24, 2025 10:56 pm
અમદાવાદના ગોમતીપુરમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી
પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગોમતીપુરમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે. જેમાં વિસ્તારના નામી અનામી સૌ નાગરિકો આ કેન્ડલ માર્ચમાં જોડાયા અને તમામ મૃતકોના પરિવારજનોને સાંત્વના દર્શાવી છે. મરિયમ બીબી ચાર રસ્તા ખાતે કેન્ડલ માર્ચનું સમાપન કરવામાં આવ્યું અને ત્યાં બે મિનિટનું મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે.
Apr 24, 2025 10:40 pm
આખરે CCE ગ્રુપ-Aનું પરિણામ જાહેર
આખરે CCE ગ્રુપ-Aનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળે પરિણામ જાહેર કર્યું છે. નવેમ્બર મહિનામાં પરીક્ષા લેવાઈ હતી. 2,462 ઉમેદવારો પાસ થયા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ પછી જાહેર થશે.
Apr 24, 2025 10:31 pm
તલાટીની ભરતીને લઈ મહત્વના સમાચાર
રાજ્યમાં તલાટીની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેવન્યુ તલાટીની 2,300 જગ્યાઓ ભરાશે. ગૌણ સેવા પસંદગી મંડળે નોટિફિકેશન જાહેર કર્યું.
Apr 24, 2025 10:17 pm
ગઢડાના માંડવા ગામ નજીક અકસ્માતમાં એકનું મોત
ગઢડાના માંડવા ગામ નજીક અકસ્માતમાં એકનું મોત થયું છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇકચાલકનું મોત થયું છે. રાજકોટ ભાવનગર રોડ પર અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થયો છે. એક મહિલાને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Apr 24, 2025 10:02 pm
ખેડાના ડાકોરમાં દૂધનું ટેન્કર પલટ્યુ
ખેડાના ડાકોરમાં દૂધનું ટેન્કર પલટ્યુ છે. ડાકોર ભવન્સ હાઈસ્કુલ પાસે ટેન્કર પલટ્યુ છે. દૂધનું ટેન્કર પલટતા રોડ પર દૂધ ઢોળાયું છે. આસાપસના લોકોએ દૂધની લૂંટ મચાવી છે.
Apr 24, 2025 09:56 pm
ભરૂચમાં 100 નર્મદા પરિક્રમવાસીઓનો હોબાળો
ભરૂચમાં 100 નર્મદા પરિક્રમવાસીઓએ હોબાળો મચાવ્યો છે. હાંસોટના વમલેશ્વર ગામના સંગમસ્થળે હોબાળો મચ્યો છે. હોડી અને પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે હોબાળો થયો છે. હોડીની બુકીંગ ઓફિસમાં પ્રવાસીઓએ હોબાળો કર્યો છે. મહિલા કર્મચારી સહિત અન્ય કર્મચારીને ધક્કે ચઢાવાયા છે.
Apr 24, 2025 09:43 pm
ગાંધીનગરના કલોલમાં ફાર્મા ગોડાઉનમાં આગ
ગાંધીનગરના કલોલમાં ફાર્મા ગોડાઉનમાં આગ લાગી છે. ફાયર વિભાગની ટીમ આગ બુજાવવાની કામગીરી કરી રહી છે. ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કીટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે.
Apr 24, 2025 09:31 pm
Pahalgam આતંકી હુમલો, સરકારે માન્યું સુરક્ષામાં થઈ ચૂક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે આજે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી પક્ષોના નેતાઓએ ભાગ લીધો છે. આ આતંકવાદી હુમલાની દરેક લોકો દ્વારા નિંદા કરવામાં આવી રહી છે. વિપક્ષી પક્ષોએ કહ્યું કે અમે સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાને સમર્થન આપીશું.
Apr 24, 2025 09:14 pm
અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર દરોડા
અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરા સિંધુભવન રોડ પરના અશ્વીલા બંગલોમાં દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસની રેડમાં 11 વેપારીઓ જુગાર રમતા ઝડપાયા છે. BMW સહિત 6 ગાડીઓ કબ્જે કરવામાં આવી છે.
Apr 24, 2025 09:07 pm
Pahalgam હુમલા બાદ વાયુસેનાએ યુદ્ધાભ્યાસ કર્યો શરૂ, પાકિસ્તાન મુકાયુ ચિંતામાં
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક પગલા ભરી રહ્યું છે. ત્યારે ભારતીય વાયુસેનાએ 'એક્સરસાઈઝ આક્રમણ' હેઠળ એક મોટી લશ્કરી કવાયત શરૂ કરી છે. જેમાં પહાડી અને જમીનના લક્ષ્યો પર હવાઈ હુમલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. યુદ્ધાભ્યાસ હાલમાં મધ્ય સેક્ટરમાં ચાલી રહ્યું છે. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેનાના પાઈલટ્સ પહાડી અને જમીન પરના લક્ષ્યો પર હુમલાનો અભ્યાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વીય સેક્ટરથી મધ્ય સેક્ટરમાં વાયુસેનાના ઘણા સાધનો મોકલવામાં આવ્યા છે. જ્યાં આ યુદ્ધાભ્યાસ હેઠળ લાંબા અંતર સુધી જઈને દુશ્મનના સ્થળો પર ચોક્કસ બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પાઈલટ્સ વાસ્તવિક યુદ્ધ પરિસ્થિતિઓમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેથી તેમને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં કામ કરવાનો અનુભવ મળી શકે. આ યુદ્ધાભ્યાસને 'આક્રમણ' નામ આપવામાં આવ્યું છે
Apr 24, 2025 08:40 pm
ખાંભામાં પિતાએ સગી દીકરીને ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી
અમરેલીના ખાંભામાં પિતાએ સગી પુત્રીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ખાંભાના ડેડાણ ગામમાં પિતાએ દીકરીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. પુત્રી પ્રેમી સાથે લગ્ન કરે તે પિતાને મંજૂર નહોતુ. પિતા દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માંગતા હતાં. પુત્રીએ પિતાની વાત માનવાનો ઈનકાર કરતા પિતાએ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Apr 24, 2025 08:12 pm
AMCની એસ્ટેટ કમિટીમાં ભદ્રના દબાણનો મુદ્દો ગુંજ્યો
અમદાવાદના ભદ્ર બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને તેની પાછળનું કારણ છે ગેરકાયદે લગાવવામાં આવતા પાથરણા.અમદાવાદમાં સતત આ સમસ્યા વિકટ બની રહી છે. પરંતુ દબાણ વિભાગ દ્વારા નક્કર કામગીરી કરવામાં નથી આવતી. જેના કારણે સતત ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે .આજે એસ્ટેટ કમિટીની બેઠક મળી હતી જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.કમિટીના સભ્યો દ્વારા આ અંગે પૂછવામાં આવતા ડેપ્યુટી ટીડીઓ દ્વારા ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હતો .દબાણ નહિ હોવાનું જણાવ્યું હતું પરંતુ આ અંગે જયારે તુરંત સ્થળ તપાસ માટે કહેવામાં આવતા ડેપ્યુટી ટીડીઓ ચિંતન એન્જીનીયર ફેરવી તોળ્યું હતું જેથી તેના વિરુદ્ધ ઠપકા દરખાસ્ત લાવવામાં આવી હતી અને તેની સર્વિસ બુકમાં પણ તેની નોંધ કરવામાં આવનાર છે
Apr 24, 2025 07:23 pm
જામનગરમાં નકલી પોલીસ અધિકારી પકડાયો
ગુજરાતમાં નકલી અધિકારીઓની બોલબાલા વચ્ચે જામનગરના કટલરીના એક વેપારી નકલી અધિકારીનો ભોગ બન્યા છે.આરોપીએ એસઓજી પોલીસના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી કટકે કટકે 1.57 લાખ રૂપિયા પડાવી લીધા હતા.કટલરીના વેપારીના મામા નારકોટિકના કેસમાં જેલમાં હોવાથી તેમાં તેનું નામ નહીં ખોલાવવા માટે પૈસા માંગ્યા હતાં. ત્યારબાદ મામલો પોલીસ મથકમાં પહોંચતા ખળભળાટ મચી ગયો છે.હાલ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થતા પોલીસે આરોપીને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Apr 24, 2025 07:01 pm
અમદાવાદ મેટ્રો કોર્ટમાં પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ
કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દુનિયાભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ આતંકવાદીઓ સામે જડબાતોડ જવાબ આપવા માટે કેન્દ્ર સરકાર પાસે દરેક નાગરિક માંગ કરી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મેટ્રો કોર્ટ ખાતે વકીલોએ પણ આતંકી હુમલાને વખોડ્યો હતો અને આતંકવાદીઓને સમાજમાં દાખલો બેસે તેવી રીતે મૃત્યુ આપવા માટેની માંગ કરવામાં આવી છે. કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં મૃતકોનો વકીલોએ શ્રદ્ધાંજલિ આપી શોકસભા યોજી હતી. જ્યારે ગુજરાત હાઇકોર્ટે પણ કોર્ટ કર્યાવહી શરૂ થતા પહેલા 2 મિનિટ મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Apr 24, 2025 06:40 pm
કાશ્મીર આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એલર્ટ
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. વડોદરા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે કહ્યું હતું કે, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.આવા તત્વો ફરીવાર સક્રિયા ના થાય તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે. હિસ્ટ્રીશીટર પર વોચ રાખવામાં આવી રહી છે.સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ તૈનાત કરાઈ છે. ભીડભાડ વાળા સ્થળોએ પણ પોલીસ નજર રાખશે.
Apr 24, 2025 06:27 pm
ગાંધીનગરના 173 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત તંત્રને કયા જિલ્લાના કેટલા પ્રવાસીઓ કાશ્મીરમાં છે તેની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના 173 પ્રવાસીઓ હાલ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે. આ તમામ નાગરિકો સુરક્ષિત હોવાની વિગતો તંત્રને મળી છે.
Apr 24, 2025 06:20 pm
કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના 23 પ્રવાસીઓ પરત ફરશે
વડોદરાના 23 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા હતાં. આ તમામ પ્રવાસીઓને આજે કાશ્મીરથી સ્વરાજ એક્સપ્રેસ મારફતે વડોદરા રવાના કરાશે. આવતી કાલે સવારે 11 વાગ્યે ટ્રેન જમ્મુથી ઉપડશે. 26 તારીખે 11 વાગ્યા સુધી યાત્રીઓ વડોદરા આવી પહોંચશે. રાજ્યના અનેક પ્રવાસીઓ હજી કાશ્મીરમાં ફસાયેલા છે. તેમને પરત લાવવા માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Apr 24, 2025 06:00 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
1. ભારતે પાણી રોક્યું તો એ એક્ટ ઓફ વોર, પાકિસ્તાનની હેસિયત બહારની ધમકી
2. Pakistan Cricket Boardની વધી મુશ્કેલીઓ, ફેનકોડે લીધો મોટો નિર્ણય, થશે મોટું નુકસાન
3. India-Pakistan વચ્ચે તણાવ ભરેલા માહોલ સમયે ભારતીય નૌકાદળે કર્યુ મિસાઈલ પરિક્ષણ
4. jammu kashmir attack: ભારત-પાકિસ્તાનનુ યુધ્ધ થયુ તો કયા દેશ આપશે કોનો સાથ?
5. Surat: સુમુલ ડેરીએ પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી, કિલો ફેટે 120 ચૂકવાશે
6. Ahmedabadના સાઉથ બોપલમાં પગપાળા જતા બે વ્યકિતને કારચાલક નબીરાએ ઉડાવ્યા
7. Bharuch: ભરુચના જંબુસરમાં ઢાઢર નદીમાં ન્હાવા ગયેલા બાળક પર મગરે હૂમલો કર્યો
8. Tapi: વૃદ્ધે પેપ્સીની લાલચ આપી 11 વર્ષની દીકરી સાથે આચર્યુ દુષ્કર્મ
9. Ahmedabadના સાઉથ બોપલમાં પગપાળા જતા બે વ્યકિતને કારચાલક નબીરાએ ઉડાવ્યા
10. Surat: ખંડણી કેસમાં 9 કથિત પત્રકારોની ધરપકડ, એક તો હોમગાર્ડ નીકળ્યો
Apr 24, 2025 05:33 pm
મોરબી જુગાર તોડકાંડમાં પીઆઈ અને કોન્સ્ટેબલને કોર્ટે ફરાર જાહેર કર્યા
મોરબીના ટંકારામાં ગત ઓક્ટોબર 2024માં હોટેલ કમ્ફર્ટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડા પાડ્યા હતાં. ત્યારબાદ પોલીસે જુગાર રમતા લોકોના નામ જાહર નહીં કરવા પીઆઈ અને હેડ કોન્સ્ટેબલે મોટો તોડ કર્યો હોવાનું ખૂલતા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. આ કેસમાં બંને જણા સેશન્સ કોર્ટમાં હાજર નહીં રહેતા કોર્ટે તેમને ફરાર જાહેર કર્યા હતાં.
Apr 24, 2025 05:20 pm
મોરબી તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ ફરાર જાહેર
મોરબીના ટંકારામાં પોલીસે જુગારમાં તોડકાંડ કર્યો હોવા મામલે પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. આ કેસમાં મોરબી સેશન્સ કોર્ટમાં બંને હાજર નહીં રહેતા કોર્ટે તેમને ફરાર જાહેર કર્યા હતાં. પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને તોડકાંડમાં સસ્પેન્ડ કરાયા હતાં.
Apr 24, 2025 04:58 pm
અમદાવાદના સાઉથ બોપલમાં કાર ચાલકે બે લોકોને ઉડાવ્યા
અમદાવાદમાં રફતારના રાક્ષસોનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં પગપાળા જતા બે રાહદારીઓને કાર ચાલકે અડફેટે લીધા હોવાની ઘટના બની છે. બંને રાહદારીઓને કાર ચાલકે અડફેટે લઈને 10 ફૂટ દૂર સુધી ઢસડ્યા હતાં. આ અકસ્માત બાદ કાર ચાલક નબીરો ફરાર થઈ ગયો હતો. બંને રાહદારીઓને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતાં.
Apr 24, 2025 04:52 pm
વડોદરામાંથી કાશ્મીર પ્રવાસની 100 બસો કેન્સલ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હૂમલો થયા બાદ લોકોમાં ભય ફેલાયો છે. ગુજરાતમાંથી કાશ્મીરની ટુર કરતી બસો કેન્સલ કરી દેવાઈ છે. વડોદરામાં પણ 80થી 100 બસો કેન્સલ કરી દેવાઈ છે. ટુર ઓપરેટરોનું કહેવું છે કે, આ ઘટના ખૂબજ દુઃખદ છે. ગઈકાલથી જ ટુર કેન્સલ કરવા માટેના ફોન આવે છે. કાશ્મીરને મોટો આર્થિક ફટકો પડશે. સૌથી વધુ ગુજરાતીઓ કાશ્મીરમાં ફરવા માટે જાય છે.
Apr 24, 2025 04:43 pm
પાકિસ્તાન પહેલા અરબી સમુદ્રમાં ભારતનો મિસાઈલ ટેસ્ટ
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ત્રણેય દળોને તૈયાર રહેવા આદેશ આપ્યો છે. ત્યારે ભારતના નવીનતમ સ્વદેશી યુદ્ધ જહાજ, INS સુરતે આ અઠવાડિયે અરબી સમુદ્રમાં મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ (MRSAM) સિસ્ટમનો ઉપયોગ કરીને તેના બીજા દિવસે સફળતાપૂર્વક એક ઝડપી, ઓછી ઉડતી લક્ષ્યને નષ્ટ કરી દીધું હતું.
Apr 24, 2025 04:23 pm
કર્મચારીઓને મળશે ફાજલ રક્ષણનો લાભ
અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા, બાલ અધ્યાપન મંદિર, પ્રયોગીક શાળા, બિન સરકારી અધ્યાપન મંદિર ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ફાજલ રક્ષણનો લાભ મળશે. વર્ગ ઘટાડો કે શાળા બંધ થવાના કેસમાં તેમને લાભ આપવામાં આવશે. શિક્ષણ વિભાગે આ માટે ઠરાવ પસાર કર્યો છે.
Apr 24, 2025 04:00 pm
પહલગામમાં આતંકી હુમલા બાદ કચ્છ પોલીસ એલર્ટ
હુમલા બાદ કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ, જિલ્લાની ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું, કરછના પ્રવેશદ્વાર આડેસર હાઈવે પર વાહન ચેકિંગ હાથ ધરાયું.
Apr 24, 2025 03:55 pm
ભરુચના જંબુસરમાં બાળક પર મગરનો હુમલો
કુઢળ ગામે બાળક નદીએ નાહવા ગયો હતો, 9 વર્ષના બાળક પર મગરે હુમલો કરતા ઘાયલ, મગરના હુમલામાં બાળકને પગના ભાગે ઈજા, ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે ખસેડાયો.
Apr 24, 2025 03:50 pm
અરવલ્લીના મોડાસામાં ખમણનો વેપારી લૂંટાયો
અજાણ્યા ઈસમે ખમણ લેવા રુ. 200ની નોટ આપી, ગઠિયાએ 200ની નોટ આપ્યા બાદ વેપારી બેભાન, વેપારી બેભાન થતા ગઠિયો 5 હજાર રોકડ લઈ ફરાર, કારમાં આવેલ ગઠિયાની ટ્રીકમાં વેપારી ફસાયો, મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Apr 24, 2025 03:45 pm
બનાસકાંઠામાં કેનાલમાં પાણી છોડવા પૂર્વ MLAની માંગ
મહિનાથી કેનાલમાં પાણી બંધ હોવાથી ખેડૂતોને હાલાકી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરીયાનું નિવેદન, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગણી, ‘પાણી ન છોડે તો ખેડૂતોના મોંમાંથી કોળીયો છીનવાશે’,રાજકારણને લીધે ખેડૂતોને પાણી નથી મળી રહ્યું,સપ્તાહ અગાઉ ખેડૂતોએ આંદોલન કર્યું :શિવા ભુરીયા, તે સરકારની મીલીભગતમાં સમેટી લીધું :શિવા ભુરીયા, ‘આંદોલન કરનાર કિસાન નેતાઓએ ખેડૂતોને દગો આપ્યો’,ખેડૂતોને જાણ વગર આંદોલન સમેટ્યું :શિવા ભુરીયા.
Apr 24, 2025 03:40 pm
આતંકવાદને લઇને PM મોદીનો કડક શબ્દોમાં સંદેશ
આતંકીઓને જડબાતોડ જવાબ મળશેઃ PM, ભારત દરેક આતંકીને વીણી વીણીને સજા આપશેઃ PM ,કલ્પનાથી મોટી સજા આતંકીઓને મળશેઃ PM, આતંકી આકાઓની કમર તૂટીને જ રહેશેઃ PM, પર્યટકો પર નહિ ભારતની આત્મા પર હુમલો કર્યો: PM, ‘આતંકીઓની બચી ગયેલી જમીન લેવાનો સમય આવી ગયો', બચેલી જમીનને પણ માટી ભેગી કરી દેવાનો સમયઃPM, આતંકી હુમલામાં કોઈએ દિકરો, ભાઈ ખોયા છેઃ PM, પીડિત પરિવારો સાથે આખો દેશ ઉભો છેઃ PM, આપણે પરિવારજનો ખોયાઃ PM, આતંકીઓના કૃત્યથી દેશ દુઃખીઃ PM
Apr 24, 2025 03:31 pm
રાજકોટમાં પરષોત્તમ પીપળિયાની વિવાદીત પોસ્ટ
‘જાતિ પૂછીને મારવાની શરૂઆત ગુજરાતથી થઈ’,2002 રમખાણ, પાટીદાર અનામત આંદોલનનો ઉલ્લેખ,આતંકવાદીઓને કોઇ ધર્મ હોતો નથી: પીપળિયા, ‘માત્ર ધર્મ પૂછીને હુમલો કરવાની વાત ગળે ઉતરતી નથી’,જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઇએ: પીપળિયા.
Apr 24, 2025 03:24 pm
સાબરકાંઠાના હિંમતનગરમાં સતત બીજા દિવસે આગ
ડમ્પીંગ સાઈડમાં આગ લાગતાં ફાયર ટીમ ઘટનાસ્થળે, વધુ ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન, આગને કાબૂમાં લેવા ફાયર ટીમના પ્રયાસ.
Apr 24, 2025 03:20 pm
વડોદરામાં યુવક દંડા સાથે કચેરીમાં ઘુસતા દોડધામ
યુવક કોર્પોરેશનની કચેરીમાં દંડા સાથે ઘૂસ્યો હતો, જમીન ગુમાવ્યાની કોર્પોરેશનમાં કરી છે રજૂઆત, પોતાની જમીન પચાવી પાડી હોવાનો યુવકનો આક્ષેપ, સુનિલે કપડા કાઢી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો, સુનિલ કામલએ કોર્પોરેશનની કચેરી માથે લીધી.
Apr 24, 2025 03:13 pm
વલસાડના સરીગામ બાયપાસ રોડ પર ટેન્કર પલટ્યું
ભારત પેટ્રોલપંપની સામે ટેન્કર પલટતા અકસ્માત,મેડલિન કંપનીમાં જતું કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું,ટેન્કર પલટવાના CCTV આવ્યા સામે કેમિકલ ઢોળાતા GPCB અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે.
Apr 24, 2025 03:13 pm
ગંદકીને લઈ લેવાયો નિર્ણય
જેમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગર દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા હતાં તે સંદર્ભે કલેક્ટર કક્ષાએ એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં બગોદરા હાઇવે ઉપર કચરાની ગંદકી દુર કરવા બાબતે એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્લાન મુજબ તમામ સ્થાનિક સત્તામંડળોને કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.આ ઉપરાંત સ્વચ્છતાની બાબતને વધુ ગંભીરતાથી લઈને આગામી સમયમાં કામગીરી કરવા પણ સુચના આપવામાં આવી છે. સ્થાનિક સત્તામંડળો દ્વારા બગોદરા હાઈવે નિયમિત પણે સ્વચ્છ થશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. જ્યારે ભવિષ્યમાં ગંદકીને લઈને આવા કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવામાં ન આવે તેની પણ પુરતી તકેદારી રાખવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું હતું.
Apr 24, 2025 03:11 pm
Bagodara હાઇવેની સ્વચ્છતા બાબતે એકશન પ્લાનને લઈ કાર્યવાહી કરવા સત્તામંડળોને સૂચના અપાઈ
બગોદરા હાઇવેની સ્વચ્છતા બાબતે એકશન પ્લાન મુજબ કાર્યવાહી કરવા રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા સત્તામંડળોને સૂચના અપાઈ છે,ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને થોડા સમય પહેલા બગોદરા હાઈવે પાસે કચરા- ગંદકીની બાબતે સુઓ મોટો કોગ્નિજન્સ ધ્યાને આવી હતી. જે સંદર્ભે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે સ્વચ્છતા જળવાય તે માટે સ્થાનિક સંબંધિત સત્તામંડળોને નિર્દેશ કરતો હુકમ બહાર પાડ્યો હતો તેમ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગની યાદીમાં જણાવાયું હતું.
Apr 24, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Vadodara: રોડ પર ધૂળની ડમરીઓ ઉડતાં ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ, અકસ્માતનો ભય
02 - Ahmedabad: અમદાવાદમાં પ્રથમવાર પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો
03 - 8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગારમાં થશે આટલો વધારો
04 - Morbi કોર્ટે PI યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ સામે વોરંટ ઈસ્યુ કર્યુ
05 - pok..pok..pok, PM મોદીના ભાષણમાં લોકોએ કરી PAK સાથે બદલાની માંગ
06 - petrol diesel price today: પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો, જાણો તમારા શહેરના આજના ભાવ
07 - PM Modi Live: પહલગામમાં આપણે આપણા પ્રિયજનો ગુમાવ્યા: વડાપ્રધાન
08 - Jammu Kashmir Attack: પહેલગામના આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાનના કલાકારો પર સંકટના વાદળ
09 - Ahmedabadમાં શિક્ષકે સગીરાને નિવસ્ત્ર કરી વીડિયો ઉતાર્યો, લગ્નનું કહેતા ફૂટયો ભાંડો
10 - Pakistan High Commission: ભારતમાં આક્રોશ અને રૂદન વચ્ચે પાકિસ્તાનમાં કેક સેલિબ્રેશન !
Apr 24, 2025 02:52 pm
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.
Apr 24, 2025 02:52 pm
સાઉથ બોપલમાં કારચાલકે 2 રાહદારીને 10 ફૂટ દૂર સુધી ઢસડેયા
સાઉથ બોપલના મેરીગોલ્ડ એપોર્ટમેન્ટ પાસે કારચાલકે બે રાહદારીઓને ઉડાવ્યા હોવાની વાત સામે આવી છે જેમાં કારચાલક નબીરો ટક્કર મારીને ફરાર થયો છે,મહારાષ્ટ્રથી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને બે મિત્રો ચાલીને જતા હતા તે દરમિયાન પાચળથી ફુલ સ્પીડમાં આવતી કારે બે વ્યકિતઓને ઉડાવ્યા હતા જેમાં બન્નેને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડયા છે,પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
Apr 24, 2025 02:51 pm
Ahmedabadના સાઉથ બોપલમાં પગપાળા જતા બે વ્યકિતને કારચાલક નબીરાએ ઉડાવ્યા
અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળ્યો છે,ત્યારે સાઉથ બોપલમાં ફરી રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો છે,જેમાં સાઉથ બોપલમાં પગપાળા જતા બે વ્યકિતને નબીરાએ 10 ફૂટ સુધી ઢસેડયા છે,સમગ્ર ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે,હજી કાર ચાલકને બોપલ પોલીસ ઝડપી શકી નથી.
Apr 24, 2025 02:26 pm
સુમુલ ડેરીએ પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને સુમુલ ડેરી દ્વારા બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકોને સુમુલ ડેરી દ્વારા કિલો ફેટે 120 રૂપિયા બોનસ આપવામાં આવશે. આ જાહેરાત બાદ બંને જિલ્લાના પશુપાલકોને 400 કરોડ રૂપિયાનું બોનસ મળશે.
Apr 24, 2025 02:25 pm
૧૨ જાતિની કેરીઓ પણ ડ્રાફ્ટ પધ્ધતિથી ઉગાડી છે
વિરવા ગામના પોતાના ખેતર માં જયસુખભાઈ એ માત્ર કેરી જ નહીં પરંતુ સફેદ જાંબુ, બારમાસી મોસંબી, બારમાસી લીંબુ, રામફળ, ચીકુ તેમજ તાઈવાની જામફળ ના રોપા પણ સફળતાની પૂર્વક વિકસાવ્યા છે,જયસુખભાઈ જણાવે છે કે તેઓએ કેરીના પાકને લેવા માટે વાતાવરણ અને ડ્રીપ વોટરીંગ સાથે છાણ અને ગાય આધારિત ખાતર દ્વારા સફળતા મેળવી છે,સાથે જ તેઓએ જાપાની મિયાઝાકી કેરી અને એક જ આંબામાં અલગ અલગ ૧૨ જાતિની કેરીઓ પણ ડ્રાફ્ટ પધ્ધતિથી ઉગાડી છે.જયસુખભાઈના ખેતરમાં ૧૫૦ થી વધુ પ્રકારના કેરી ને અન્ય ફળના વૃક્ષ સફળતા પૂર્વક તૈયાર થયા છે કેરીની જ વિવિધ વેરાયટીઓની વાત કરીયે તો કેસર, લંગડો, બદામી, ચૌસા, આમ્રપાલી, અંબાલિકા, અરુણિમા, અરુણિમા, મિયાઝાકી, ચટપટા કેરી (તાઈવાની) તાઈવાની બનાના કેરી , ઝુમખા કેરી, બ્લેક સ્ટોન કેરી, દશેરી, મલ્લિકા, નૂરજહાં, કટીમું ઓલ ટાઇમ, થાઈ ઓલરાઇમ, લાલિમા, સહિતની ૪૦ થી વધુ પ્રકારની કેરીનો સફળતા પૂર્વક ઉછેર કર્યો છે.
Apr 24, 2025 02:25 pm
કેસર કેરીનું ઉત્પાદન કર્યુ આ ખેડૂતે
ભારતના વિવિધ પ્રદેશમાં થતી કેરીઓ સાથે મલ્ટિપલ ઉત્પાદન આપતી કેરીની જાતોને પણ સફળતા પૂર્વક જયસુખભાઈ ઉગાડી છે જેમાં કેસર કેરી કરતા ત્રણ ગણો ઉત્પાદન આપતી જુમખા કેરીનો પણ સમાવેશ થાય છે,જયસુખભાઈ એ કરેલા પ્રયોગ ની સુવાસ દૂર દૂર સુધી ફેલાઈ છે અને રાજકોટ તેમજ અમદાવાદ અને કપડવંજ સહિતના આજુબાજુ ના ખેડૂતો તેઓના ફાર્મ ખાતે મુલાકાતે લેવા આવે છે અને કેવી રીતે કેરીની વિવિધ જાતો વિકસાવવામાં જયસુખભાઈ સફળ થયા છે તે મેળવી છે તે માહિતી મેળવે છે અને પોતાને ત્યાં બાગાયતી ખેતીને આગળ વધારવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે.
Apr 24, 2025 02:24 pm
કેરીને લઈ અવનવી પ્રજાતિનું ઉત્પાદન કર્યુ
વિરવા ગામમાં આવેલું છે નંદુ બાગ ફાર્મ જ્યાં જયસુખભાઈએ ૧૦૦થી વધુ આંબાઓ ઉછેર્યા છે,આ આંબાઓની વિશેષતા છે કે તેમાં વિવિધ ૪૦ જેટલી પ્રજાતિઓ ની કેરીઓ આવે છે, જેમ આમ્રપાલી , અરુણિમા, અરુણિકા, નૂરજહાં, મલ્લિકા, ચોસા, બદામી, તાઈવાની બનાના કેરી, થાઈ મેંગો, જાપાની મિયાઝાકી, જુમખા કેરી, જેવી વિવિધ ૪૦ જેટલી દેશી અને વિદેશી કેરીઓ છે,રાજકોટના લોધિકા તાલુકાના વિરવા ગામના ખેડૂત જયસુખભાઈ રાદડિયા, જેઓએ ખેતીમાં અવનવા પ્રયોગ કર્યા છે ખાસ તો કેરીની વિવિધ જાતિને વિકસાવવા અને ઉગાડવામાં જયસુખભાઈ ને સફળતા મળી છે, વિરવા ગામમાં જયસુખભાઈ નું નંદુ બાગ ફાર્મ આવેલું છે જ્યાં તેઓએ કેરીની વિવિધ પ્રજાતિઓ સફળતા પૂર્વક ઉગાડી છે.
Apr 24, 2025 02:23 pm
Rajkotના આ ખેડૂતે 100થી વધુ આંબા વાવીને અનેક પ્રજાતિની કેરીનું કર્યુ ઉત્પાદન
આજે આપણે વાત કરીશું રાજકોટના એક એવા ખેડૂતની કે જેઓએ પોતાના ખેતરમાં અવનવા પ્રયોગ દ્વારા કેરીની દેશ અને વિદેશમાં વિખ્યાત ગણાતી પ્રજાતિઓ સફળતા પૂર્વક ઉછેરી છે, આ ખેડૂત છે રાજકોટના લોધિકા તાલુકાના વીરવા ગામના જયસુખભાઈ રાદડિયા.
Apr 24, 2025 01:40 pm
આતંકવાદીઓ પાસે મળતા હથિયારો, ચલણ સહિતનું બધું મેઇડ ઇન પાકિસ્તાન હોય છે!
કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આવેલી બોર્ડર પર પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને આપણી સેનાએ બુધવારે મોતને ઘાટ ઉતાર્યા હતા. આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલા હથિયારો, ગાલાબારૂદ, પાકિસ્તાની ચલણ અને બીજી ચીજવસ્તુઓ મળી આવી હતી. પાકિસ્તાનની સેના, જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને પાકિસ્તાનની સરકાર આતંકવાદીઓને મદદ કરે છે એના અસંખ્ય પુરાવાઓ આપણા દેશ પાસે છે. યુનાઇટેડ નેશન્સ સહિત આખી દુનિયાને આપણા દેશે પુરાવાઓ સાથે એ વાત કહી છે કે, પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. આખી દુનિયામાં ક્યાંય પણ આતંકવાદી ઘટના બને છે ત્યારે એનો કોઇને કોઇ છેડો પાકિસ્તાનમાં નીકળે જ છે. પાકિસ્તાનની બદમાશીનો અમેરિકાને પણ અનુભવ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એટલે જ પાકિસ્તાને મળતી આર્થિક મદદ બંધ કરી દીધી હતી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાકિસ્તાન અમારી પાસેથી નાણાં લે છે અને આતંકવાદીઓને મદદ કરે છે. આ વખતે પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, આતંકવાદની લડાઇમાં અમે ભારતની સાથે છીએ. પાકિસ્તાન હવે એ હદે બદનામ થઇ ગયું છે કે, એક સમયે જે મુસ્લિમ દેશો પાકિસ્તાનની નજીક હતા એ પણ દૂર થઇ ગયા છે. પાકિસ્તાન પર કોઇને ભરોસો નથી. પાકિસ્તાન ક્યારેય સુધરે એ વાતમાં માલ નથી. પાકિસ્તાન સામે સખત બનવું એ જ સાચો રસ્તો છે!
Apr 24, 2025 01:40 pm
ભારત પાસે હજુ અનેક વિકલ્પો રહેલા છે
પાકિસ્તાનને વધુ ભીંસમાં લઇ શકાય એવા અનેક વિકલ્પો હજુ પણ ભારત પાસે છે. પાકિસ્તાનના ઘણા કલાકારો આજની તારીખે બોલિવૂડ પર નભી રહ્યા છે. કળાના ક્ષેત્રમાં કોઇ રૂકાવટ ન આવવી જોઇએ એવી વાતો ઘણા લોકો કરી રહ્યા છે પણ પાકિસ્તાનની હરકતો એવી છે કે, તમામ પ્રકારના સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોનો પણ અંત આણવો જોઇએ. વાત ક્રિકેટની રમવાની હોય કે પછી બોલિવૂડની ફિલ્મોમાં એક્ટિંગ કે ગીત સંગીતની હોય, પાકિસ્તાન માટે નોએન્ટ્રી કરવી જોઇએ એવી લાગણી દેશના મોટા ભાગના લોકોમાં પ્રવર્તી રહી છે. ભારતના પગલાં સામે પાકિસ્તાને પણ પોતાને ત્યાં ઇમરજન્સી બેઠક બોલાવી છે. પાકિસ્તાન કહે છે કે, ભારત સિંધુ જળસંધિ સ્થગિત કરવાનો એકતરફી નિર્ણય ન કરી શકે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના નિર્ણયને પડકારવાની વાતો પણ પાકિસ્તાન કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ફફડાટ છે. પાકિસ્તાનને હજુ એ વાતનો ભય તો સતાવી જ રહ્યો છે કે, ભારત ક્યાંક એર સ્ટ્રાઇક ન કરી દે. આપણી સરકારે લીધેલા નિર્ણયો તો હજુ શરૂઆત છે, આગામી દિવસોમાં હજુ આપણો દેશ ઘણી નવાજૂની કરે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
Apr 24, 2025 01:39 pm
પાકિસ્તાન આ નદીઓના 70 ટકા પાણીનો ઉપયોગ કરે છે
આપણો દેશ ત્રીસ ટકા પાણી વાપરે છે. હવે આ પાણી પાકિસ્તાનને મળતું બંધ થવાનું છે. પાણી બંધ થતાં પાકિસ્તાનની 4.7 કરોડ એકર જમીન પર થતી ખેતીને મુશ્કેલી પેદા થશે. પીવાના પાણીની મોટી સમસ્યા પણ પાકિસ્તાન માટે પેદા થવાની છે. પાકિસ્તાનના તારબેલા અને મંગલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને પણ અસર થવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મોટો વ્યવહાર અટારી બોર્ડરના રસ્તે થતો હતો એ પણ બંધ થતાં પાકિસ્તાનને મોટો ફટકો પડવાનો છે.
Apr 24, 2025 01:39 pm
પાકિસ્તાન પીવાના અને ખેતીની પાણી માટે વલખા મારશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધ થયા છે. ત્રણે ત્રણ યુદ્ધ ભારતે જીત્યા છે. આ યુદ્ધના સમય દરમિયાન પણ આપણા દેશે પાકિસ્તાનને ભારતની નદીઓ તરફથી મળતું પાણી બંધ કર્યું નહોતું. વડાપ્રધાન મોદીએ અગાઉ એવું કહ્યું હતું કે, લોહી અને પાણી એક સાથે વહી ન શકે. હવે આપણા દેશે સિંધુ જળસંધિ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. પાણી રોકી દેવાથી પાકિસ્તાને પીવાના અને ખેતીના પાણી માટે વલખા મારવા પડશે. તારીખ 19મી સપ્ટેમ્બર, 1960ના રોજ કરાચીમાં ભારત અને પાકિસ્તાને સિંધુ જળસંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા થયેલી સંધિમાં છ નદીઓ સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બ્યાસ અને શતલજનું પાણી કોણે કેટલું વાપરવું તે નક્કી થયું હતું.
Apr 24, 2025 01:39 pm
ભારત સરકારના નિર્ણયો એક પ્રકારનું યુદ્ધ જ છે
જેના પરિણામો પાકિસ્તાન ભોગવશે. ખુદ પાકિસ્તાનના નિષ્ણાતો કહી રહ્યા છે કે, ભારતના નિર્ણયો પાકિસ્તાનને ભારે પડી જવાના છે. પાકિસ્તાન આમેય પહેલેથી દેવામાં ડૂબેલું છે. હવે સ્થિતિ વધુ ખરાબ થવાની છે. બાકી રહી વાત એર સ્ટ્રાઇક કે વોરની, તો એ વિકલ્પ તો ભારત પાસે ખુલ્લા જ છે. એ તો ગમે ત્યારે થઇ શકે છે. દરેક વાતમાં ઉતાવળ કરવી વાજબી હોતી નથી.
Apr 24, 2025 01:38 pm
આપણી સરકારે સેનાને એલર્ટ મોડ પર મૂકી છે
પુલવામાના આતંકવાદી હુમલા પછી આપણા દેશે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરના બાલોકોટમાં આતંકવાદીઓના અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. આ વખતે આપણી સરકારે મુત્સદી વાપરી રાજદ્વારી નિર્ણયો કર્યા છે. આતંકવાદી હુમલા બાદ લોકોનો આક્રોશ વાજબી છે. એર સ્ટ્રાઇકથી માંડીને પીઓકે પર હુમલો કરીને પાછું મેળવવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. એવું કરવું બહુ અઘરી વાત નથી. સવાલ એ છે કે, એવું કર્યા પછી શું? બે બે મોટા યુદ્ધોના પરિણામો દુનિયા અત્યારે જોઇ રહી છે. યુદ્ધ કરતા પણ વધુ મહત્ત્વની વાત દુશ્મનને આર્થિક, સામાજિક અને માનસિક રીતે પાયમાલ કરવાની છે. દુનિયાના ઘણા દેશોથી ભારતનો વિકાસ સહન થતો નથી. ભારત વિશ્વની પાંચમા નંબરની આર્થિક મહાસત્તા બની ગયું છે એ ઘણાથી સહન થતું નથી. એ દેશો તો એવું જ ઇચ્છે છે કે, ભારત પણ યુદ્ધમાં અટવાય અને તેની પ્રગતિ અટકે.
Apr 24, 2025 01:38 pm
કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આખા દેશમાં આક્રોશની લાગણી પ્રવર્તે છે
આ ઘટના બાદ આપણી સરકાર પાકિસ્તાન સામે સખત બની છે. સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાછાપરી બેઠકો યોજીને પાકિસ્તાનને આકરા પડી જાય એવા મહત્ત્વના નિર્ણયો કર્યા છે. સરકારના આ વખતના નિર્ણયો સર્જિકલ સ્ટ્રાઇક કરતા પણ પાકિસ્તાનને ભારે પડી જાય એવા છે. સિંધુ જળસંધિ સ્થગિત કરવી એ નાની સૂની ઘટના નથી. પાકિસ્તાન પાણીના ટીપેટીપા માટે તરસશે. આપણા દેશે અટારી બોર્ડર પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વિઝા લઇને ભારત આવેલા પાકિસ્તાનના નાગરિકોને પાછા ચાલ્યા જવાનું જણાવાયું છે. પાકિસ્તાનની એમ્બેસીના રાજદ્વારીઓ અને સૈન્ય સલાહકારોને પણ ભારત છોડી દેવા જણાવાયું છે. આપણો દેશ પણ પાકિસ્તાન સ્થિત ભારતીય એમ્બેસીમાં ફરજ બજાવતા સલાહકારોને પાછો બોલાવી લેવાનો છે. આ બધા નિર્ણયોને સીધો મતલબ એવો થાય છે કે, ભારત પાકિસ્તાન સાથેના રહ્યાસહ્યા સંબંધો પણ ખતમ કરી રહ્યો છે. પાકિસ્તાન પર આપણા દેશની આ એવી ડિપ્લોમેટિક સ્ટ્રાઇક છે જેનાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડવાનો છે.
Apr 24, 2025 01:38 pm
ડિપ્લોમેટિક સ્ટ્રાઇક : પાકિસ્તાન સાથે રહ્યાસહ્યા સંબંધોનો અંત
આપણા દેશે જે નિર્ણયો કર્યા છે એ પાકિસ્તાનને આકરા પડી જવાના છે. પાકિસ્તાનને હજુ હુમલાનો ભય પણ સતાવી રહ્યો છે,સિંધુ જળસંધિ સ્થગિત કરી દેવામાં આવી એ નાની ઘટના નથી. પાકિસ્તાનના રાજદ્વારીઓને ભારત છોડી દેવા કહેવાયું. પાકિસ્તાનીઓના વિઝા રદ કરી દેવાયા. અટારી બોર્ડર બંધ કરવામાં આવી છે. પાયમાલીના રસ્તે ઢસડાતા પાકિસ્તાનને મોટો રાજદ્વારી અને આર્થિક ફટકો પડવાનો છે. એર સ્ટ્રાઇકનો વિકલ્પ તો ખુલ્લો જ છે.
Apr 24, 2025 01:32 pm
બે મહિના કરતા વધુ સમયથી પીઆઈ ફરાર છે
તપાસ દરમિયાન તેઓના રહેણાંક મકાનો તથા ફરજના સ્થળો, સગા-સંબંધીના ઘરે તપાસ કરતા મળી આવેલા નથી. આથી બંને આરોપીઓની વિસ્તૃત તપાસ કરવા તેઓ વિરુદ્ધ નામદાર સ્પેશ્યલ જજ, સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબીથી સદરહુ ગુનાના કામે BNSS-કલમ-૭૨ મુજબના અલગ-અલગ વોરંટો મેળવી બંને આરોપીઓની તપાસ કરતા/ કરાવતા મળી આવેલા નથી અને ગુનો કરી નાસતા ફરતા હોવાથી બંને આરોપીઓની અટક કરવાની બાકી છે.
Apr 24, 2025 01:32 pm
પીઆઈ અને હેડ કોન્સ્ટેબલની ધરપકડ બાકી છે
પી.આઈ યુવરાજસિંહ ગોહિલ તથા હેડ.કોન્સ. મહિપતસિંહ સોલંકીને હાજર થવા BNSS-કલમ-૮૪ મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે,જેમાં જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-૩૦માં નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન સમક્ષ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૬૨૪૧૦૮૨/૨૦૨૪ B.N.S કલમ ૧૯૯, ૨૩૩, ૨૨૮, ૨૦૧, ૩૩૬, ૩૩૮, ૩૪૦, ૩૦૮(૨), ૩(૫), ૬૧, ૫૪ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮( સુધારા અધિનિયમ-૨૦૧૮)ની કલમ ૭,૧૨,૧૩(૧)એ તથા ૧૩(૨) મુજબના ગુન્હાના કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકીની ધરપકડ કરવાની બાકી છે.
Apr 24, 2025 01:31 pm
Morbi કોર્ટે PI યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ સામે વોરંટ ઈસ્યુ કર્યુ, જુગાર કેસમાં કાર્યવાહી
રાજકોટ જિલ્લાના ટંકારા પોલીસ મથકના પીઆઈ યુવરાજસિંહ ગોહિલ સામે જુગારધામ પર દરોડા પાડ્યા બાદ ૪૧ લાખથી વધુની લાંચ લેવા સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જાેકે, હાઇકોર્ટે ફરિયાદ રદ કરવા ઇનકાર કર્યો છે. રાજ્યે અરજદારની આ અરજીનો વિરોધ કર્યો હતો. અરજદાર તરફથી એડવોકેટે એવી રજૂઆત કરી હતી કે, અરજદારે સત્તા હેઠળ એક સ્થળે દરોડા પાડ્યા હતા અને જુગારધામ પકડી પાડ્યું હતું.
Apr 24, 2025 01:12 pm
બોટાદ રોજગાર વિનિમય કચેરીએ આપી જાણકારી
આ માટે રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૨૮/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયાં બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈં.ચા. જિલ્લા રોજગાર અધિકારી એન.જી.કુબાજી દ્વારા જણાવવામાં આવે છે.
Apr 24, 2025 01:12 pm
Botad જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 28 એપ્રિલનાં રોજ ભરતી મેળાનું આયોજન કરાયું
બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા બોટાદ જિલ્લાનાં રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવાં હેતુસર મારૂતી સુઝુકી શો-રૂમ બોટાદ અને એઈમ લિમિટેડ ભાવનગર દ્વારા સેલ્સ એક્ઝિક્યુટિવ, બ્રાન્ચ મેનેજર, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરની જગ્યાઓ માટે ભરતી મેળાનું આયોજન કરાયું છે. જે માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ/૧૨ પાસ/ગ્રેજ્યુએટની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળામાં ભાગ લઈ શકે છે.
Apr 24, 2025 01:10 pm
પહલગામમાં આપણે આપણા પ્રિયજનો ગુમાવ્યા: વડાપ્રધાન
પીએમ મોદીએ બિહારના મધુબની જિલ્લામાં રેલી સંબોધી હતી. જનમેદનીને સંબોધિત કરતા પહેલા પીએમ અને અન્ય મંત્રીઓએ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમે પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમે જણાવ્યુ હતુ કે, ભારતની આત્મા પર આ આતંકી હુમલા કરવામાં આવ્યો છે. બિહારની ધરતી પરથી પીએમ મોદીએ પાકિસ્તાનને સંદેશ આપ્યો છે કે તમામ દોષિતોને સજા આપવામાં આવશે. ભારત પર હુમલો કરનારને પોતાની કલ્પના કરતા પણ ગંભીર સજા આપવામાં આવશે.
Apr 24, 2025 12:43 pm
પાકિસ્તાનમાં સિંધુ જળ સંધિ સ્થગિત
ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર, 1960ના રોજ કરાચીમાં તત્કાલીન ભારતીય વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની લશ્કરી જનરલ અયુબ ખાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને કરાર થયો હતો. બંને દેશો વચ્ચે 6 નદીઓના પાણીને લઈને થયેલ કરારને સિંધુ જળ સંધિ કહેવામા આવે છે. આ જળસંધિ કરાર મુજબ ભારતને રાવી, બિયાસ અને સતલજના અધિકારો મળ્યા, જ્યારે પાકિસ્તાનને સિંધુ, ઝેલમ અને ચિનાબનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી. આ સંધિનો હેતુ બંને દેશો વચ્ચે પાણીને લઈને કોઈ સંઘર્ષ ન થવો જોઈએ. પરંતુ આ સંધિ બાદ પણ બંને દેશો વચ્ચે અનેક વખત ઘર્ષણ થયું. આતંકવાદી હુમલાઓની સાથે, ભારતે પાકિસ્તાન સાથે ત્રણ યુદ્ધો પણ લડ્યા છે. પરંતુ ભારતે ક્યારેય પાણી બંધ કર્યું નથી.
Apr 24, 2025 12:42 pm
સીસીએસ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ સીસીએસ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. જે અંતર્ગત ભારતે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવા પર પણ પ્રતિબંધ મૂકયો. તેમજ બંને દેશોના સંબંધો પર વધુ અસર કરતાં હાઈકમિશનના સલાહકારો એટલે કે રાજદૂતોને દેશ છોડવાનો આદેશ કરાયો છે અને પાકિસ્તાનમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે.
Apr 24, 2025 12:42 pm
દેશભરમાં આતંકીનો વિરોધ જોવા મળ્યો
કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને કરાયેલ હત્યાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડયા છે,ત્યારે વિશ્વ હિંદુ પરિષદ પણ આ બાબતનો વિરોધ કરી રહ્યો છે,મોરબીના બજારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે,દુકાન કોની છે અને કયા ધર્મની છે તે જોઈને જ સામાન ખરીદો,ત્યારે મોરબીમાં વેપારીઓમાં પણ વિરોધ જોવા મળ્યો છે,વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી અને વિરોધ કર્યો હતો,દેશમાં જે રીતે હુમલો થયો તેનું દુખ ખાલી ગુજરાત જ નહી પરંતુ સમગ્ર ભારતમાં છે,ત્યારે કોઈએ કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને શ્રદ્ધાજલિ અપાઈ હતી.
Apr 24, 2025 12:42 pm
Morbiમાં વિશ્વ હિંદુ પરિષદે દુકાનોની બહાર પોસ્ટર લગાવ્યા, કહ્યું, ધર્મ જોઈને ખરીદો સામાન
મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ આકરા પાણીએ જોવા મળી છે,જેમાં વિશ્વ હિંદુ પરિષદે દુકાનોની બહાર સ્ટીકર લગાવ્યા છે જેમાં કહ્યું છે કે,દુકાન જોઈને સામાનની ખરીદી કરો,દેશભરમાં ઠેર ઠેર પાકિસ્તાની અને આંતકી હુમલાની નિંદા થઈ રહી છે,મોરબીની બજારોમાં આવેલી દુકાનો પર આ રીતના સ્ટીકર લગાવવામાં આવ્યા છે.પહલગામ હુમલાની હૃદયદ્રાવક તસવીર સાથે પોસ્ટર લાગ્યા છે.
Apr 24, 2025 12:20 pm
સરખેજ પોલીસ સ્ટેશનમાં અંકુર સ્કૂલના સ્પોર્ટ શિક્ષક સામે ફરિયાદ
તો સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ સરખેજ પોલીસે સ્પોર્ટ્સ ટીચર યશ વાઘેલા સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે,કબડ્ડીમાં ભાગ લેવા અને ફોર્મ ભરવાના તેમજ સ્પોર્ટ્સની ટિકિટ લેવાના બહાને શિક્ષક સગીરાને હોટલમાં લઈ ગયો હોવાની વાત સામે આવી છે,સગીરાનું કહેવું છે કે,ગીતામંદિર પાસેની હોટલમાં લઈ જઈ જબરદસ્તી કપડા ઉતાર્યા હતા અને મને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતુ,અને હું ગભરાઈ ગઈ હતી જેથી મે મારી માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
Apr 24, 2025 12:20 pm
હોટલમાં લઈ જઈ સગીરાને નિવસ્ત્ર કરી વીડિયો ઉતાર્યા
શિક્ષકની બદનામી પર વધુ એક ડાગ લાગ્યો છે જેમાં શિક્ષકે સગીરાને ફોસલાવી નિવસ્ત્ર કરી અને હોટલમાં લઈ જઈને તેનો વીડિયો ઉતારી લીધો હોવાની વાત સામે આવી છે,શિક્ષક અંકુર શાળામાં ફરજ બજાવે છે,તો સગીરાને બ્લેકમેલ કરી લગ્ન કરવા માટે દબાણ કરાતું હોવાની વાત પણ સામે આવી છે,સગીરાની માતાએ યશ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.સગીરાનો આક્ષેપ છે કે,શિક્ષક છેલ્લા એક મહિનાથી તેને હેરાન કરી રહ્યો હતો અને સગીરા કંટાળી જતા તેણે તેની માતાને આપવીતી જણાવી હતી.
Apr 24, 2025 12:19 pm
Ahmedabadમાં શિક્ષકે સગીરાને નિવસ્ત્ર કરી વીડિયો ઉતાર્યો, લગ્ન માટે દબાણ કરતા ફૂટયો ભાંડો
અમદાવાદમાં શિક્ષકે સગીરાને નિવસ્ત્ર કરી વીડિયો ઉતાર્યો હોવાની વાત સામે આવી છે,અંકુર સ્કૂલના શિક્ષક યશ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ છે,જેમાં કબડ્ડીમાં ભાગ લેવાના બહાને સગીરાને હોટલમાં લઈ જવામાં આવી હતી અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરાયું હતુ,સમગ્ર ઘટનામાં સગીરાએ તેની માતાને જાણ કરી હતી અને સરખેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
Apr 24, 2025 12:19 pm
jammu kashmirના હુમલા બાદ ભારતની પાકિસ્તાન સામે સૌથી મોટી ડિજીટલ સ્ટ્રાઈક
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકે જીવ ગુમાવ્યા હતા. ભારતે ભારતમાં પાકિસ્તાન સરકારનું સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે, જેને ડિજિટલ યુદ્ધમાં સર્જિકલ સ્ટ્રાઈક માનવામાં આવી રહી છે. અગાઉ, ભારતે 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી હતી, અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી હતી અને પાકિસ્તાની હાઇ કમિશનના લશ્કરી સલાહકારોને હાંકી કાઢીને રાજદ્વારી સંબંધોને ન્યૂનતમ સ્તરે ઘટાડી દીધા હતા.
Apr 24, 2025 12:00 pm
વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Pahalgam Attack: અટારી ચેક પોસ્ટ બંધ કરાતા પાકિસ્તાનમાં સર્જાશે આ વસ્તુઓની અછત
02 - jammu kashmirના હુમલા બાદ ભારતની પાકિસ્તાન સામે સૌથી મોટી ડિજીટલ સ્ટ્રાઈક
03 - Jammu Kashmir Attack: ઉધમપુરના બસંતગઢમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ
04 - Jammu-Kashmirમાં આતંકવાદી હુમલાને નજરે જોનારે કહ્યું, આતંકીઓએ મારી નજીક આવી ફાયરિંગ કર્યુ
05 - Bhujના ખાવાડા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સર્જાઈ સમસ્યા !
07 - Rajkot ST ડિવિઝન દ્વારા ઉનાળુ વેકેશનને લઈ દોડાવાશે વધુ 60 બસો
08 - Gold price today: સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો, જાણો, તમારા શહેરનો આજનો ભાવ
09 - Bhavnagar : આતંકી હુમલામાં મૃત્યુ પામનાર પિતા-પુત્રની નીકળી અંતિમયાત્રા
10 - Surat હિબકે ચઢયું, આંતકી હુમલામાં મૃત્યુ પામેલા શૈલેષ કળથીયાની નીકળી અંતિમયાત્રા
Apr 24, 2025 11:53 am
ઓનલાઈન પોર્ટલથી ખેડૂતોને મળી શકશે માહિતી
નવિન આઈ ખેડુત પોર્ટલની વેબસાઈટ અગાઉ મુજબ www.ikhedut.gujarat.gov.in છે. ખેતીવાડી વિભાગની જુદીજુદી યોજનાઓના લાભ લેવા ઈચ્છુક જિલ્લાના ખેડૂતોને સત્વરે ઓનલાઈન પોર્ટલના માધ્યમ થકી અરજી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Apr 24, 2025 11:53 am
Agriculture : ખેડૂતો ખેતીવાડીની યોજનાનો લાભ લઈ શકે તે હેતુ નવીન ‘આઈ ખેડૂત પોર્ટલ’ ખૂલ્લું મુકાયું
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ખેડૂતોને સહાય અને યોજનાકીય લાભો મળી શકે તે હેતુસર દર વર્ષે ‘આઈ ખેડૂત પોર્ટલ’ થકી અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. આ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી શાખાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવીન ‘આઈ ખેડૂત’ પોર્ટલ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.
Apr 24, 2025 11:46 am
દિલ્હીમાં પાકિસ્તાન દુતાવાસ બહાર વિરોધ
પહલગામમાં આતંકી હુમલા બાદ લોકોમાં રોષ, પાકિસ્તાન દુતાવાસ બહાર વિરોધ પ્રદર્શન, આતંકી હુમલામાં 28 લોકોના થયા છે મોત.
Apr 24, 2025 11:34 am
અધિકારીઓ પણ બેઠકમાં રહ્યાં હાજર
બેઠકની શરૂઆતમાં મુખ્ય સચિવ પંકજ જોશીએ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિની પ્રગતિ વિશે જણાવ્યું હતું. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, કૃષિ, આત્મા અને પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશ્નરો, જિલ્લા કલેક્ટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Apr 24, 2025 11:34 am
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચવામાં કોઈ તકલીફ ના પડે તે માટે જગ્યા ઉપલબ્ધ કરાવે તે અનિવાર્ય
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જે નવ સંકલ્પ આપ્યા છે તેમાં પ્રાકૃતિક ખેતી અને ખેત ઉત્પાદનના વ્યાપ વધારવાનો પણ સમાવેશ થયેલો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જિલ્લા કલેકટરો- જિલ્લા વિકાસ અધિકારીઓને આહવાન કર્યું કે, પ્રાકૃતિક ખેતીથી સ્વાસ્થ્ય - તંદુરસ્તી અને રોગમુક્ત જીવનશૈલી વધુને વધુ પ્રચલિત અને છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે જિલ્લાના વડા તરીકે તેમણે લીડ લેવાની છે.કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો ફેલાવો વધારવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત પ્રયાસરત છે. આ ભગીરથ કાર્યમાં રાજ્યનો કૃષિ વિભાગ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યો છે. રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમના જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતોની મોડેલ ફાર્મની મુલાકાતનું આયોજન કરે, વધુમાં વધુ ખેડૂતોને તાલીમ આપવા માટેની વ્યવસ્થા કરે તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચવામાં કોઈ તકલીફ ના પડે તે માટે જગ્યા ઉપલબ્ધ કરાવે તે અનિવાર્ય છે.
Apr 24, 2025 11:34 am
100 ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવાના લક્ષ્ય પર રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિડીયો કોન્ફરન્સમાં કહ્યું કે, કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓએ જિલ્લાના વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાતે લઈ જઈને પ્રાકૃતિક ખેતીથી ઓછી આવક થાય છે એવી પ્રવર્તમાન ગેરમાન્યતા દૂર કરવામાં વિશેષ ભૂમિકા ભજવવી પડશે.કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ ગામોની મુલાકાત, ગ્રામસભા, રાત્રિસભા જેવા તેમના રૂટીન કાર્યક્રમો દરમિયાન પણ પ્રાકૃતિક ખેતીની સમીક્ષા કરે અને વધુ ખેડૂતો-ગ્રામજનોને એ માટે પ્રેરિત કરે તેવી તેમની અપેક્ષા છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.પ્રાકૃતિક ખેતી માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અથાક પ્રયાસોને રાજ્ય સરકાર ગતિ આપી રહી છે.100 ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવાના લક્ષ્ય પર રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
Apr 24, 2025 11:33 am
વિજળી બચતની ટેવ થકી પર્યાવરણ પણ બચશે
જિલ્લા કક્ષાએ તમામ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે તેમના માટે વધુમાં વધુ વેચાણ માર્કેટ ઊભા કરે તેવી અપીલ રાજ્યપાલે કરી હતી.રાજ્યપાલે માર્ગદર્શન આપતા કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલા વીજળી બચાવો અભિયાન અંતર્ગત પણ આપણે સૌ સહિયારો પ્રયાસ કરી વીજળી બચાવવામાં યોગદાન આપીએ. વિજળી બચતની ટેવ થકી પર્યાવરણ પણ બચશે અને જરૂરિયાતમંદને પૂરતી વીજળી પણ મળી શકશે. સૂર્યોદયના થોડા સમય પહેલા સ્ટ્રીટ લાઈટ બંધ કરી દઈએ અને સૂર્યોદયના થોડા સમય બાદ સ્ટ્રેટ લાઈટ શરૂ કરીને, દિવસની એક કલાક પણ વીજળી બચાવીએ તો કરોડો રૂપિયાની બચત કરી શકીએ. આ ઉપરાંત ઓફિસમાં હોઇએ ત્યારે જ ઉપકરણોનો ઉપયોગ કરીએ.
Apr 24, 2025 11:33 am
ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવા પ્રયાસો કરીએ
તાજેતરમાં ગુજરાતની ચાર કૃષિ વિશ્વવિદ્યાલય પૈકીની જુનાગઢ, આણંદ અને દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયના રિપોર્ટમાં સાબિત થયું છે કે, જો પ્રાકૃતિક કૃષિ પાંચ આયામો સાથે કરવામાં આવે તો પ્રથમ વર્ષથી જ ઉત્પાદન રાસાયણિક ખેતી જેટલું જ આવે છે. રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં નહીવત ખર્ચ થવાથી ખેડૂતોને વધુ લાભ થાય છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિનો સમગ્ર દેશમાં વ્યાપ વધારવા માટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કર્યું છે. ત્યારે આપણા સૌની જવાબદારી બને છે કે, આપણે આ મિશન થકી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવા પ્રયાસો કરીએ.
Apr 24, 2025 11:32 am
પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓની સીએમ ડેસબોર્ડના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.આ તકે જૈવિક ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ ઘટતો નથી, મહેનત ઓછી થતી નથી તથા ઉત્પાદન પણ વધતું નથી. જ્યારે, પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે અને સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન મળે છે.
Apr 24, 2025 11:32 am
Gujaratમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાજયપાલે મ્યુ.કમિશનર,કલેકટર,વિકાસ અધિકારી સાથે યોજી વર્ચ્યુઅલ બેઠક
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજે ગ્લોબલ વોર્મિંગ વિશ્વની સૌથી મોટી સમસ્યા બની છે. હાલ, વધતી જતી બીમારીઓ વચ્ચે શુદ્ધ ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી એ આપણી જરૂરિયાત બની છે, લોકોનું સ્વાસ્થ્ય અને પ્રકૃતિનું રક્ષણ કરવાનો એકમાત્ર ઉપાય છે પ્રાકૃતિક કૃષિ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગ્રહથી રાજ્યના તમામ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન તેજીથી આગળ વધ્યું.
Apr 24, 2025 11:07 am
આતંકવાદી હુમલાને નજરે જોનાર વ્યક્તિનું નિવેદન
આ સમગ્ર ઘટનામાં આંતકવાદી હુમાલાને નજરે જોનાર સગીરનું નિવેદન સામે આવ્યું છે,ભાવનગરમાં રહેતા અને આતંકવાદમાં મૃત્યુ પામેલા સ્મિત અને યતીશ પરમારના પરિવારજનનું કહેવું છે કે,મારા કાકા અને ભાઈને મારી નજરની સામે જ ગોળી મારી હતી,જયારે ગોળી મારી ત્યારે એવુ લાગતુ હતુ કે આસપાસમાં ફટાકડા ફૂટી રહ્યાં છે અને આતંકીઓ નજીક આવીને ફાયરિંગ કરવા લાગ્યા હતા તો પ્રત્યક્ષદર્શી તેના ફઈ,ફુવા અને પિતરાઈ ભાઈ સાથે ફરવા ગયો હતો.
Apr 24, 2025 11:07 am
Jammu-Kashmir : આતંકવાદી હુમલાને નજરે જોનાર વ્યકિતએ કહ્યું, મારી જોડે આવી ફાયરિંગ કર્યુ આતંકીઓએ
23 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથીયાની અંતિમ વિધી કરાઈ છે સાથે સાથે ભાવનગરમાં રહેતા પિતા-પુત્રની પણ અંતિમવિધી કરવામાં આવી છે,ત્યારે આ અંતિમવિધીમાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યાં હતા.
Apr 24, 2025 10:40 am
આજ દિન સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ કરાયું નથી
નાના રતાડીયા અને મોટા રતાડીયા ગામના સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચે પાણીની ટાંકા બનાવ્યા છે,ગામમાં આવેલા પાણીના ટાંકા ખાલી જોવા મળી રહ્યા છે,કારણ કે નર્મદાનું પાણી અહીંયા પહોંચ્યું નથી જેના કારણે પશુઓ માટે બનાવામાં આવેલા અવાડા અને પાણીના ટાંકા શોભના ગાઢિયા સમાન સાબિત થયા છે,સરકાર અહીંયા ટેન્કર મારફતે પણ પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે,ગામના લોકોનું કહેવું છે મહિનામાં એક થી બે વાર ટેન્કર આવે છે જેમાં ગામના લોકોને પૂરતું પાણી મળતું નથી,પરિણામે ગામના લોકો બાંડી ડેમમાંથી પાણી પીવાનો વારો આવ્યો છે,પાણીની સમસ્યા અંગે અનેકવાર પાણી પુરવઠા વિભાગમાં રજુઆત કરી છે તેમછતાં પણ પાણીની સમસ્યા આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.ખાવડાના પચ્છમ વિસ્તારમાં 15 જેટલી ગ્રામપંચાયત આવેલી છે,આ વિસ્તારમાં 40,000 જેટલી માનવ વસ્તી છે,જ્યારે 70,000 જેટલું પશુધન આવેલું છે,ઉનાળાની શરૂઆત સાથેજ અહિયાના ગામડામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે,આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધુ વિકટ બને તેવા તેવું લાગી રહ્યું છે.
Apr 24, 2025 10:40 am
પીવાના પાણી માટે ગામના લોકોને કરવો પડે છે સંઘર્ષ
જેના કારણે આ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે,ગામના 400 જેટલા લોકો અને 800 જેટલું પશુધન આવેલું છે,રાજય સરકાર અહીંયા પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે,જેના કારણે અહીંયા લોકોને પીવાના પાણી સમસ્યાનો સામનો કરી રહયા છે,ખાવડા વિસ્તારના આવેલા અન્ય ગામોમાં કેવી છે પાણી સમસ્યા તે જાણવા માટે સંદેશ ન્યૂઝની ટિમ નાના રતાડીયા અને મોટા રતાડીયા ગામમાં પહોંચી,અહીંયા પણ ગામમાં પાણી વિકટ સમસ્યા જોવા મળી,અહિયાં આવેલા ખાવડા વિસ્તારનો જીવાદારી સમાન બાંડી ડેમમાં નહિવત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેના કારણે આસપાસ ગામના લોકો પાણીની સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા છે.
Apr 24, 2025 10:40 am
ગામમાં રહેલું તળાવ પણ સુકાઈ ગયું
ખાવડાના સમરીવાંઢ ગામમાં પાણીની સમસ્યા વિકટ બની છે,આ ગામના લોકોને પાણીની વિકટ સમસ્યા સામનો કરવા મજબૂર બન્યા છે, પાણી માટે ગામના લોકોનો રઝળપાટ કરવો પડે છે તો સરકાર દ્વારા નર્મદા પાણી માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ વાસ્તવિક સ્થિતિ અલગ છે,અગાઉ ગામના લોકો તળાવમાંથી પાણી ભરાતા હતા અને આ વર્ષે ઉનાળાનો પ્રારંભ થતા જ તળાવમાં પાણી સુકાઈ ગયું છે,સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીના ટાંકા બનાવ્યા છે પરંતુ નર્મદાનું પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે.
Apr 24, 2025 10:39 am
Bhujના ખાવાડા વિસ્તારમાં પીવાના પાણીની સર્જાઈ સમસ્યા, ભર ઉનાળે પાણી માટે વલખા જેવી સ્થિતિ
ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે,ખાવડાના પચ્છમ વિસ્તારમાં આવેલા સમરીવાંઢ ગામના લોકો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે.ભર ઉનાળે સ્થાનિકોનો પાણી ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
Apr 24, 2025 10:24 am
સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક
દિલ્હીમાં CCSની બેઠક બાદ સર્વપક્ષીય બેઠક, રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક, ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં રહેશે હાજર, પહલગામ આતંકી હુમલાને બોલાવાઇ બેઠક,તમામ પક્ષોના પ્રતિનિધીઓ બેઠકમાં રહેશે હાજર, વિપક્ષ નેતાઓ સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, આતંકી હુમલા અને કાર્યવાહી મુદ્દે માહિતગાર કરાશે.
Apr 24, 2025 10:19 am
કંટ્રોલ પોઈન્ટ ઉપરથી કામકાજના દિવસોમાં મેળવી શકાશે
આ યોજનાનો લાભ નિગમના કોઈપણ બસ સ્ટેશન-કંટ્રોલ પોઈન્ટ ઉપરથી કામકાજના દિવસોમાં મેળવી શકાશે. આ યોજનાનો પાસ અન્ય વ્યક્તિને તબદિલ કરી શકાશે નહિ, પાસધારક પોતે જ પ્રવાસ કરી શકશે. પ્રવાસ રદ કરવાના સંજોગોમાં પાસ શરુ થવાના ૧ દિવસ અગાઉ પાસ રદ કરવામાં આવે તો જરૂરી કેન્સલેશન ચાર્જ કાપી બાકી રકમ પરત કરવામાં આવશે. નિગમની એક્સ્ટ્રા બસોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. પ્રવાસ દરમ્યાન મુસાફરે ઓળખકાર્ડ અને પાસ સાથે રાખવાનો રહેશે તેમજ આ યોજનામાં પાસધારક પાસેથી ટોલટેક્ષની રકમ ફરજ ઉપરના કંડકટરે અલગથી વસુલ કરવાની રહેશે.
Apr 24, 2025 10:19 am
ચાર દિવસની મુસાફરીના રૂ.૩૨૪૫ ચૂકવવાના રહેશે
AC સીટર બસોમાં પુખ્તવયનાં નાગરીકો સાત દિવસ મુસાફરી રૂ.૩૬૮૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૨૧૪૫ ભાડું આપીને કરવાની રહેશે. બાળકોએ સાત દિવસ મુસાફરી રૂ.૧૮૪૫ અને ચાર દિવસની મુસાફરી રૂ.૧૦૭૫ ભાડું આપીને કરવાની રહેશે. વોલ્વો સીટર બસ માટે પુખ્તવયના નાગરીકો સાત દિવસનું ભાડું રૂ.૫૬૧૦ અને ચાર દિવસની મુસાફરી રૂ.૩૨૪૫ ચૂકવીને કરી શકે છે. જ્યારે બાળકોએ સાત દિવસની મુસાફરી રૂ.૨૮૦૫ ચાર દિવસની મુસાફરી રૂ.૧૬૨૫ ખર્ચીને કરવાની રહેશે.
Apr 24, 2025 10:19 am
બાળકોને ૭ દિવસની મુસાફરી કરવા રૂ.૯૩૫ ચૂકવવાના રહેશે
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ યોજના હેઠળ મુસાફરોએ એસ.ટીની લોકલ-એક્સપ્રેસ-ગુર્જરનગરી બસોમાં સાત દિવસ મુસાફરી માટે પુખ્તવયના નાગરીકો રૂ.૧૫૯૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૯૩૫ ભરીને કરી શકે છે, જ્યારે બાળકો ૭ દિવસની મુસાફરી રૂ.૮૦૦ અને ૪ દિવસની મુસાફરી રૂ.૪૭૦ ભરી એસ.ટીની બસોમાં મુસાફરી કરી શકે છે. મુસાફરોએ લક્ઝરી-નોન એ.સી સ્લીપર કોચમાં સાત દિવસની મુસાફરી કરવા પુખ્તવયના નાગરીકોએ રૂ.૧૮૭૦ અને ચાર દિવસની મુસાફરી કરવા રૂ.૧૦૪૫ ચૂકવવાના રહેશે જ્યારે બાળકોને ૭ દિવસની મુસાફરી કરવા રૂ.૯૩૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૫૨૫ ચૂકવવાના રહેશે.
Apr 24, 2025 10:18 am
Rajkot ST ડિવિઝન દ્વારા ઉનાળુ વેકેશનને લઈ દોડાવાશે વધુ 60 બસો
રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ઉનાળુ વેકેશનને લઈ વધુ 60 એસટી બસો દોડાવવામાં આવશે જેમાં મુસાફરોને ઉનાળુ વેકેશનમાં તકલીફ ના પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.28 એપ્રિલથી આ વધારાની બસો દોડાવવામાં આવશે,અમદાવાદ, ભાવનગર,જામનગર અને સોમનાથ તરફના રૂટ માટે વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Apr 24, 2025 09:59 am
પરિવાર અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય રાજય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, ગૌતમ ચૌહાણ, જિલ્લા કલેકટર ડૉ. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, રેન્જ આઇ.જી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.
Apr 24, 2025 09:59 am
રાજકીય નેતાઓએ આપી શ્રદ્ધાજલિ
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
Apr 24, 2025 09:58 am
ભાવનગરમાં પિતા- પુત્રની અંતિમવિધિ કરાઈ
પહલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત થયું છે,જેમાં મોડી રાત્રે મૃતદેહને ભાવનગર ખાતે લવાયો હતો,ભાવનગરમાં પુત્ર સ્મિત અને પિતા યતીશની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતો.તો સ્મિતના મિત્રોનું કહેવું છે કે,વિશ્વાસ નથી થતો કે સ્મિત અમારી સાથે નથી,તો સ્મિતને આર્મી જવાન બનવાનું સ્વપ્ન હતું અને તે સ્વપ્ન અધુરૂ રહી ગયું છે,સ્મિતની અકાળે વિદાય શાળા માટે મોટી ખોટ છે.
Apr 24, 2025 09:58 am
Bhavnagar : આતંકી હુમલામાં મૃત્યુ પામનાર પિતા-પુત્રની નીકળી અંતિમયાત્રા, લોકોની આંખમાં હતા આસુ
23 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. જેમાં ભાવનગરના પિતા-પુત્ર મોતને ભેટયા હતા,આ અંતિમયાત્રામાં રાજકીય નેતાઓ સાથે ગ્રામજનો પણ હાજર રહ્યાં હતા.
Apr 24, 2025 09:31 am
મોડી રાત્રે મૃતદેહ સુરત લવાયો હતો
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરત શહેરના શૈલેષ કળથિયાની પણ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. શૈલેષના મૃતદેહને મોડી રાત્રે એર ઈન્ડિયાની ખાસ ફ્લાઇટ દ્વારા સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સીઆર પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો અને અધિકારીઓએ શૈલેષના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
Apr 24, 2025 09:31 am
આતંકી હુમલામાં મોતને લઈ મૃતકની પત્નીની આપવીતી
આ સમગ્ર ઘટનામાં મૃતકના પત્નીની આપવીતી સામે આવી હતી જેમાં તેમનું કહેવું છે કે,જ્યાં સુધી જીવ નહીં ગયો ત્યાં સુધી ગોળી મારી હતી અને આતંકી જીવ ના ગયો ત્યાં સુધી ઉભો- ઉભો હસતો હતો અને ત્યાં એક પણ સુરક્ષા કર્મી ન હતા,ત્યાંની પોલીસે કહ્યું કેમ અહીંયા ફરવા આવો છો,તો ત્યાની પોલીસે કહ્યુ કે,ખામી કાશ્મીરમાં નથી અહીની સિસ્ટમ અને સિક્યુરિટીમાં છે,કાશ્મીરની મિલેટ્રી પણ મારા પતિનો જીવ બચાવી શકી નથી અને એમ્બ્યુલન્સ પણ પહોંચી ન હતી.
Apr 24, 2025 09:31 am
સુરતમાં આતંકી હુમલામાં મૃતકની નીકળી અંતિમયાત્રા
આતંકી હુમલામાં સુરતના મૃતકના અંતિમ સંસ્કાર કઠોર-અબ્રામા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે,જેમાં સુરતના નિવાસ સ્થાનેથી શૈલેષ કળથીયાની અંતિમ યાત્રા નીકળી છે જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા,કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ,વિનુ મોરડીયા, કુમાર કાનાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Apr 24, 2025 09:30 am
Surat હિબકે ચઢયું, આંતકી હુમલામાં મૃત્યુ પામેલા શૈલેષ કળથીયાની અંતિમયાત્રામાં જોડાયા હજારો લોકો
23 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથીયાની અંતિમયાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો છે.આ અંતિમયાત્રામાં રાજકીય નેતાઓ પણ હાજર રહ્યાં હતા.
Apr 24, 2025 08:50 am
સુરતમાં આગને પગલે ધુમાડો વધુ પ્રમાણમાં ફેલાયો હતો
અડાજણ વિસ્તારની ડેરીની પાસે આવેલી તન્મય હોસ્પિટલમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી અને આગ બેકાબુ બની હતી,ચેન્જિંગ રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા સૌ કોઈના જીવ તાળવે ચોંટયા હતા,તો બીજી તરફ આગ લાગવાને કારણે ધૂમાડો ખુબજ મોટા પ્રમાણમાં હતો અને ફાયર ફાઈટરો ઓક્સિજન માસ્ક પહેરી ચેન્જિંગ રૂમમાં પ્રવેશ્યા હતા,ફાયરની ટીમે આગ ઓલવવા ભારે જેહમત કરી હતી,સદનસીબે આગની આ ઘટનમાં કોઈ ને ઈજા કે જાનહાની પહોંચી ન હતી,તો પોલીસે પણ દર્દીઓના નિવેદન લીધા છે.
Apr 24, 2025 08:38 am
Suratની તન્મય હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓ જીવ બચાવવા દોડયા, ચારે બાજુ ધુમાડો ફેલાયો
સુરતની તન્મય હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત સામે આવી છે,જેમાં તન્મય હોસ્પિટલના ચેન્જિંગ રૂમમાં આગ લાગત અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો દર્દીઓ જીવ બચાવવા માટે દોડયા હતા,તો ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો,તો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.
Apr 24, 2025 08:20 am
મેલેરિયાના ચિન્હો
મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગવી, ધ્રુજારી આવવી, ૮ થી ૧૨ કલાક તીવ્ર તાવ આવવો, તાવ એક દિવસના અંતરે અથવા દરરોજ આવવો, માથું અને શરીર દુખવું, કળતર તેમજ ઊલટી થાય, ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો થાય જેવા વિવિધ લક્ષણો જોવા મળે છે.મેલેરિયા સામે રક્ષણ માટે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવી ખૂબ જ જરૂરી છે, તે માટે પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખવા, ઘરની આજુ બાજુ પાણીના નાના ભરાવામાં માટીથી પુરાણ કરવું તેમજ મોટા ભરાવામાં પોરાભક્ષક માછલીઓ અવશ્ય મૂકવી, મચ્છરોથી બચવા માટે ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવો, બારી બારણાઓમાં મચ્છર જાળીઓ લગાડવી, મચ્છર અગરબત્તિ તથા રિપેલન્ટનો ઉપયોગ કરવો, વહેલી સવારે અને સંધ્યા કાળે ઘરના બારી બારણા એક કલાક માટે બંધ રાખવા, સુતી વખતે જંતુનાશક દવાયુક્ત કે સાદી મચ્છરદાનીનો ઉપયોગ કરવો, તાવ આવે ત્યારે લોહીની તપાસ અવશ્ય કરાવવી જેવા સાવચેતીના પગલાં ભરવા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.
Apr 24, 2025 08:19 am
મેલેરિયા કેવી રીતે ફેલાય છે ?
મેલેરિયા એ ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પેદા થતાં એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ફેલાતો અને પ્લાસમોડીયમ નામના પરોપજીવી જંતુથી થતો રોગ છે. એનોફિલીસ માદા મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે. ત્યારબાદ આ મચ્છર તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તેને મેલેરિયાનો ચેપ લાગે છે.
Apr 24, 2025 08:19 am
વિવિધ જન જાગૃતિના કાર્યક્રમો
વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મેલેરિયા અંગેની જનજાગૃતિ માટે જાહેર સ્થળોએ કાર્યક્રમો, પ્રદર્શન, પત્રિકાઓનું વિતરણ, ભવાઈ, નાટક, પપેટ શો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જાહેર સ્થળો પર રેલી, હોર્ડિંગ્સ, બેનર, પોસ્ટર્સ, ભીંતચિત્રો તેમજ ભીંતસુત્રોના માધ્યમથી જાહેરાત અને સંદેશાઓ પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત શાળાઓ-કોલેજોમાં વાહકજન્ય રોગો સબંધિત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મચ્છરજન્ય રોગ મેલેરિયાના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાના હેતુસર વર્ષ ૨૦૦૭થી WHO દ્વારા સમગ્ર વિશ્વમાં તા. ૨૫ એપ્રિલના રોજ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ ઉજવવામાં આવે છે. ‘વિશ્વ મેલેરિયા દિવસ’ અંતર્ગત ચાલુ વર્ષે WHO દ્વારા “Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite”ની થીમ નક્કી કરવામાં આવી છે.
Apr 24, 2025 08:19 am
મેલેરિયા નિયંત્રણ કામગીરી વધુ સઘન બનાવવામાં આવે છે
રાજ્ય સરકારના મેલેરિયા નિર્મૂલનના અવિરત પ્રયાસોના ભાગરૂપે મેલેરિયા પ્રભાવિત ક્ષેત્રોમાં ઘટાડો થતાં વર્ષ ૨૦૨૫માં ૧૯૬ ગામોની અંદાજિત ૨.૦ લાખ કરતાં વધુ વસ્તીને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાસાયણિક દવાઓથી થતા પ્રદુષણના વિકલ્પ રૂપે જૈવિક નિયંત્રણ કામગીરી હેઠળ રાજ્યમાં કુલ ૩,૮૬૩ પોરાભક્ષક માછલી ઉછેર કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓ તમામ મચ્છર ઉત્પત્તિ સ્થાનો પર મચ્છરોના ઈંડામાંથી બનતા પોરાનું ભક્ષણ કરે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતો નથી. આ ઉપરાંત રાજ્યમાં દર વર્ષે સ્પેશિયલ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સના પ્રિ મોન્સુન-એપ્રિલ માસ, મોન્સુન-જૂન માસ અને પોસ્ટ મોન્સુન-સપ્ટેમ્બર માસ એમ કુલ ૩ રાઉન્ડ દ્વારા મેલેરિયા નિયંત્રણ કામગીરી વધુ સઘન બનાવવામાં આવે છે.
Apr 24, 2025 08:19 am
વધુ વસ્તીને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લેવામાં આવી હતી
સમગ્ર વર્ષ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન પોરાનાશક કામગીરી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન, ફિવર સર્વેલન્સ, બાંધકામ સાઈટની તપાસ, શ્રમિકોના બ્લડ સ્ક્રિનિંગ તથા લાંબા સમય સુધી પાણી સ્થગિત રહેતું હોય તેવા વિવિધ વિસ્તારોમાં પોરાભક્ષક માછલીઓ મુકવાની કામગીરી કરવામાં આવે છે.રાજ્યમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૨૩૩ ગામોની અંદાજિત ૨.૫૨ લાખ કરતાં વધુ વસ્તીને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લેવામાં આવી હતી.
Apr 24, 2025 08:18 am
મેલેરિયા પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યમાંથી મેલેરિયા નિર્મૂલન માટે સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયાનું નિદાન અને સારવાર મફત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪માં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાના નિદાન માટે અંદાજે ૧.૮૧ કરોડ કરતાં વધુ તાવના દર્દીઓ શોધી, લોહીના નમૂના એકત્રિત કરીને નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું, તેમજ મેલેરિયા પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.
Apr 24, 2025 08:18 am
Gujaratના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયાનું નિદાન અને સારવાર મફત
ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના અથાગ પ્રયત્નો થકી તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે નોંધાયો છે. જેના પરિણામે ગુજરાતનો સમગ્ર દેશમાં “મેલેરિયા નિર્મૂલન” અંતર્ગત કેટેગરી-૨માંથી ૧માં સમાવેશ કરવામાં આવ્યો છે.
Apr 24, 2025 07:58 am
મોરબી જૂથ અથડામણમાં બન્ને પક્ષે કુલ ૧૩ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા
ઇજાગ્રસ્તોને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને માળિયા મિયાણા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.ઈજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો અશોક હમીરભાઈ(ઉંમર 31), હમીરભાઈ ભોજાભાઈ (ઉમર 65), વિજય ભાઈ હમીરભાઈ(ઉમર 30), રમેશ ભાઈ કાનજીભાઈ (ઉમર32), મુન્નાભાઈ હમીરભાઈ, જીતેન્દ્ર કાનજીભાઈ પરમાર,કાનજીભાઈ મનુભાઈ પરમાર (ઉમર 74),છગન ભાઈ પરમાર (ઉમર 43),હર્ષદભાઈ પરમાર (ઉમર 16), નરેશભાઈ કાનજીભાઈ પરમાર(ઉમર 30), શામજીભાઈ શિવાભાઈ પરમાર (ઉમર 38).
Apr 24, 2025 07:57 am
મોરબીના દહીસરામાં પાણી મુદ્દે માથાકૂટ
મોરબીના માળિયા મિયાણામાં પાણી ભરવા મુદ્દે માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી છે જેમાં માથાકૂટમાં જૂથ અથડામણ થઈ હોવાની વાત સામે આવી છે,બન્ને પક્ષોએ ધોકા અને પાઈપથી હુમલો કર્યો હતો તો એક પક્ષ દ્વારા ધારીયાથી પણ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે,પાણી અમને ભરવા દો એમ કહી બન્ને પક્ષો વચ્ચે માથાકૂટ થઈ અને તેમાંથી જૂથ અથડામણે સ્વરૂપ લીધું હતુ,ઈજાગ્રસ્તોને માથાનાભાગે ઈજા પહોંચી છે જેને લઈ ડોકટરે તમામ વધુ ગંભીર ઈજાગ્રસ્તોને ઓબ્ઝરવેશન હેઠળ રખાયા છે.
Apr 24, 2025 07:57 am
Morbiના માળિયા મિયાણામાં પાણી ભરવા મુદ્દે થઈ જૂથ અથડામણ, 13 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
મોરબીના માળિયા મિયાણામાં પાણી ભરવા મુદ્દે જૂથ અથડામણ થઈ હતી જેમાં સામ સામે બન્ને પક્ષોએ ધોકા અને પાઈપ વડે હુમલો કરતા 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા,તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,સમગ્ર ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે.
Apr 24, 2025 07:35 am
હીટવેવ સાથે ગુજરાતમાં આજે યલો એલર્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. IMD અનુસાર, આજે 24 એપ્રિલે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.
Apr 24, 2025 07:35 am
રાજ્યમાં ધૂળની ડમરી ઉડે એવો પવન ફૂંકાવાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે અને આવતીકાલે કચ્છ - સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે,મધ્ય અને ઉ.ગુજરાતમાં ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાશે,ગાંધીનગર, અમદાવાદમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,મોરબી, સુરેન્દ્રનગરમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,જામનગર, દ્વારકા, પોરબંદરમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,જૂનાગઢ, ગીર સોમનાથમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે.
Apr 24, 2025 07:35 am
જાણો ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 42.7 ડિગ્રી, ગાંધીનગરમાં 42.8 ડિગ્રી,ડીસામાં 42.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી,વડોદરામાં 42 ડિગ્રી, સુરતમાં 40.8 ડિગ્રી,ભુજમાં 43.3 ડિગ્રી, કંડલામાં 42.4 ડિગ્રી,અમરેલીમાં 42.9 ડિગ્રી, ભાવનગરમાં 40.8 ડિગ્રી,પોરબંદરમાં 36.4 ડિગ્રી, રાજકોટમાં 43.5 ડિગ્રી,કેશોદમાં 41.1 ડિગ્રી, મહુવામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે,રાજ્યમાં હજુ પણ તાપમાન ઊંચકાવવાની આગાહી કરવામાં આવી છે,ઉ.પશ્ચિમથી ઉ. પશ્ચિમના પવન ફૂંકાતા ગરમી વધશે.
Apr 24, 2025 07:35 am
Weather : રાજયમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ, મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઊંચકાયું
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત છે અને આગળના દિવસોમાં પણ હજી વધુ ગરમી પડવાની શકયતાઓ રહેલી છે,ત્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઊંચકાયું છે તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાત્રે પણ ગરમ પવન ફૂંકાતા ગરમીનો કરવો પડશે સામનો તો આજથી બે દિવસ ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Apr 24, 2025 07:19 am
કેન્દ્રીય મંત્રી C.R પાટીલ સુરત એરપોર્ટ પહોંચ્યા
આતંકી ઘટનાને લઇ આપ્યું મહત્વનું નિવેદન, પાકિસ્તાનીઓને દેશ છોડવાના અલ્ટિમેટમ પર નિવેદન, પાટીલે કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો, ‘આંતકવાદને પોષનારા દેશના લોકોનું અહીં કોઇ કામ નથી’, ‘પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક રવાના કરવા જોઇએ’.
Apr 24, 2025 07:18 am
મહેસાણામાં સોસાયટીની જાળી પડતા શ્રમિકનું મોત
અવધૂત રો હાઉસના ગેટની જાળી પડતા શ્રમિકનું મોત, સોસાયટીના ગેટનું રિપેરીંગ કરતી વખતે બની ઘટના, 45 વર્ષીય હસમુખ ઠાકોરનું મોત, લાશને PM અર્થે મહેસાણા સિવિલ ખસેડાઇ.
Apr 24, 2025 07:18 am
ભાવનગરના પિતા-પુત્રના આતંકી હુમલામાં મોત
પાલિતાણામાં આજે સંપૂર્ણ બંધ પળાશે, પિતા-પુત્ર મૂળ ભાવનગરના પાલિતાણાના વતની અને તમામ વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાળશે.
Apr 24, 2025 07:17 am
અમદાવાદના ચાંદખેડામાં મોડી રાતે બબાલ
ONGC સર્કલ પાસે લારીઓમાં તોડફોડ, 7-8 યુવકોએ લારીમાં કરી તોડફોડ, બે લારીમાં યુવકોએ કર્યુ નુકસાન, પોલીસ પહોંચીને સ્થિતિ પર મેળવ્યો કાબુ, પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી.
Apr 24, 2025 07:16 am
પહલગામમાં આતંકી હુમલામાં મૃતકોને વતન લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ વતન લવાયા, મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા, સવારે 8 વાગ્યે પિતા-પુત્રની નીકળશે અંતિમ યાત્રા, મંત્રી, જિલ્લા પોલીસ વડા, કલેક્ટર હાજર રહ્યા , સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો