વડોદરામાં છેલ્લા એક મહિનાથી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રોડ ખોદી નાંખતા વાહન ચાલકો પરેશાન થયાં છે. બીજી તરફ ખોદેલા રોડથી નીકળેલી માટીની ડમરીઓ ઉડતાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી રોડનું કામ પુરૂ નહીં થતાં લોકોમાં રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે, અસહ્ય ઉડતી ધૂળથી સ્વાસ્થ્યને પણ અસર થાય છે.


ધૂળની ડમરીઓ ઉડતાં આગળથી આવતા વાહનો દેખાતા નથી

પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં આજવા ચોકડીથી માધવનગર સુધીનો રોડ ખોદી નાંખ્યા બાદ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ખોદેલા રોડને કારણે ભારે વાહનો અને સ્કૂલ બસો પસાર થતાં ધૂળની જબરદસ્ત ડમરીઓ ઉડી રહી છે. જેના કારણે રોડ પર વિઝિબિલિટિ ઝીરો થઈ જતાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. દ્વિચક્રી વાહન ચાલકોને ધૂળની ડમરીઓ ઉડતાં આગળથી આવતા વાહનો દેખાતા નથી.

ધૂળની ડમરીઓ લોકોના નાક અને મોં વાટે ફેફસામાં જઈ રહી છે

આ વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી કામ શરૂ કરવામાં આવ્યું છે. રોડનું કામ શરૂ કરી દેવાયું છે પણ તે એક મહિનાના સમયગાળામાં પૂર્ણ નહીં થતાં લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ફેલાયો છે. ધૂળની ડમરીઓ લોકોના નાક અને મોં વાટે ફેફસામાં જઈ રહી છે. આ ધૂળને કારણે લોકના સ્વાસ્થ્યને પણ અસર થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.


  • Follow us on: