ભરૂચમાં મગરે હૂમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કુઢળ ગામમાં નદીમાં નાહવા માટે ગયેલા બાળક પર મગરે અચાનક હૂમલો કર્યો હતો. મગરના હૂમલામાં 9 વર્ષનો બાળક ઈજાગ્રસ્ત થયો હતો. બાળકના પગના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભરૂચની ઢાઢર નદીમાં મગરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે.


બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચના જંબુસરના કૂઢળ ગામમાં એક બાળક પર મગરે હૂમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. 9 વર્ષના નિલેશ રાઠોડ નામનો બાળક ઢાઢર નદીમાં નાહવા માટે ગયો હતો. આ દરમિયાન એક મગરે તેના પર હૂમલો કરી દીધો હતો. મગરે હૂમલો કરતા બાળકના પગના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ ખાતે 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

મગરના હૂમલાની એક મહિનામાં બીજી ઘટના

ભરૂચમાં ઢાઢર નદીમાં મગરોનો વસવાટ વધી રહ્યો છે.નદીમાં વસતા મગરો લોકો પર અવારનવાર હૂમલો કરતા હોવાના બનાવ સામે આવી રહ્યાં છે. એક મહિનામાં ઢાઢર નદીમાં મગરના હૂમલાની આ બીજી ઘટના છે. સતત વધી રહેલા મગરના હૂમલાને કારણે જંબુસરમાં ઢાઢર નદી આસપાસ રહેતા લોકોમાં ભય ફેલાયો છે. આ નદીમાં કેટલાક સમયથી મગરનો વસવાટ વધી રહ્યો છે.


  • Follow us on: