23 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. જેમાં ભાવનગરના પિતા-પુત્ર મોતને ભેટયા હતા,આ અંતિમયાત્રામાં રાજકીય નેતાઓ સાથે ગ્રામજનો પણ હાજર રહ્યાં હતા.


ભાવનગરમાં પિતા- પુત્રની અંતિમવિધિ કરાઈ

પહલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત થયું છે,જેમાં મોડી રાત્રે મૃતદેહને ભાવનગર ખાતે લવાયો હતો,ભાવનગરમાં પુત્ર સ્મિત અને પિતા યતીશની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતો.તો સ્મિતના મિત્રોનું કહેવું છે કે,વિશ્વાસ નથી થતો કે સ્મિત અમારી સાથે નથી,તો સ્મિતને આર્મી જવાન બનવાનું સ્વપ્ન હતું અને તે સ્વપ્ન અધુરૂ રહી ગયું છે,સ્મિતની અકાળે વિદાય શાળા માટે મોટી ખોટ છે.

રાજકીય નેતાઓએ આપી શ્રદ્ધાજલિ

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

પરિવાર અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય રાજય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, ગૌતમ ચૌહાણ, જિલ્લા કલેકટર ડૉ. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, રેન્જ આઇ.જી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા. 

  • Follow us on: