ભાવનગરમાં થોડા દિવસ પહેલા પાણીના પ્રશ્ને ધારાસભ્ય અને મેયરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. કુંભારવાડાની ગિરનાર સોસાયટીમાં વિકાસના કામોના ખાતમૂહુર્ત પ્રસંગે મેયર અને ધારાસભ્યનો લોકોએ ઘેરાવ કર્યો હતો. પાણીની ફરિયાદના પગલે કી મેનની બદલી કરવામાં આવી છે. પાણી વિતરણ માટે કી-મેન રૂપિયા લેતા હોવાનો પણ લોકો એ મેયર અને ધારાસભ્યને આક્ષેપ કર્યો હતો. કી મેન દેવાભાઈ ચાવડાની બદલી કરી અધેવાડા ખાતે મૂકી દેવામાં આવ્યા હતાં.


લોકોએ પાણી અને ડ્રેનેજ અંગેની ફરિયાદો કરી હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં વિકાસકામોના ખાતમૂહુર્ત પ્રસંગે આવેલા ધારાસભ્ય જીતુ વાઘાણી અને મહાનગર પાલિકાના મેયરને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતાં. લોકોએ પાણી અને ડ્રેનેજ અંગેની ફરિયાદો કરી હતી. ત્યાર બાદ કી મેનની બદલી કરી દેવામાં આવી હતી. કી મેન દેવાભાઈ ચાવડાની બદલી કરી અધેવાડા ખાતે મૂકી દેવામાં આવ્યા હતાં. લોકોએ કી મેન પાણી વિતરણ માટે રૂપિયા લેતા હોવાનો ધારાસભ્ય અને મેયર સામે આક્ષેપ કર્યો હતો.

કી મેન સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે

ભાવનગરમાં સ્થાનિકોએ કરેલા આક્ષેપ મુદ્દે કી મેન સામે તપાસ શરૂ કરીને રોજકામ શરૂ કરી દેવાયું છે. તપાસ અને રોજકામ દરમિયાન આક્ષેપ સાચા સાબિત થશે તો કી મેન સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું મહાનગર પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું. ધારાસભ્ય જીતુ વાઘાણીને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. આ દરમિયાન તેમને લોકોએ ઘેરી લેતા મીડિયા કર્મીઓના કેમેરા બંધ કરાવવાનો ઈશારો કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

  • Follow us on: