ભાવનગરમાં સ્મોકિંગ ઝોનને લઈને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એસઓજી પોલીસે શાળા અને કોલેજો પાસે લારી અને ગલ્લા પર ચેકિંગ હાથ ધર્યું છે. તે ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસે કેફે, ચા નાશ્તાની લારીઓ અને ભીડભાડ વાળા સ્થળે ચાલતા સ્મોકિંગ ઝોનનું ચેકિંગ હાથ ધર્યું છે. આ ચેકિંગના કારણે અનેક દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસે શહેરમાં ચેકિંગ હાથ ધર્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરમાં અનેક ઠેકાણે ચાલી રહેલા સ્મોકિંગ ઝોનમાં વિદ્યાર્થીઓની હાજરી જોવા મળતાં પોલીસ સક્રિય થઈ ગઈ છે. ભાવનગર એસઓજી પોલીસે શહેરમાં લારી ગલ્લા અને ચાની કીટલીઓ પર ચાલતા સ્મોકિંગ ઝોનનું ચેકિંગ હાથ ધર્યું છે. શહેરમાં સિવિલ હોસ્પિટલ,BIMS હોસ્પિટલ, મેડિકલ કોલેજ,ચાવડી ગેઇટ,વડવા તલાવડી, મોતી તળાવ,સાંઢીયાવાડ, રાણીકા,કુંભારવાડા,વાઘાવાડી રોડ,રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને પિલ ગાર્ડન સહિત ના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયુ છે.
શહેરના 12થી વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયુ
ભાવનગર પોલીસે શહેરના 12થી વધુ સ્થળો તેમજ ભીડભાડ વાળા સ્થળો સહિત ચા નાશ્તાની લારીઓ તેમજ પાનના ગલ્લાઓ અને કેફેમાં ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસના આ સરપ્રાઈઝ ચેકિંગના કારણે શહેરના અનેક વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. શહેરમાં વધી રહેલા સ્મોકિંગ ઝોનની સામે પોલીસે એક્શન શરૂ કરતાં જ ફફડાટ ફેલાયો છે. શાળા કોલેજ પાસે આવેલ લારી ગલ્લા અને શંકાસ્પદ જગ્યાઓ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.