રાજકોટ ભાવનગર હાઈવે પર સરધાર ભાડલા રોડ પર કાર અકસ્માતનો મોટો બનાવ બન્યો છે. બે કાર ધડાકાભેર સામે સામે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે અને બંને ગાડીઓ સામેસામે અથડાવાના કારણે કારમાં આગ લાગી છે અને આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. રાજકોટ-ભાવનગર હાઈવે પર અલ્ટો કાર અને હોન્ડા સીટી કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.


પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે

અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરવા થતાં જ તાત્કાલિક આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ફાયર બ્રિગેડની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી છે અને કારમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી છે.

આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર અકસ્માત, એકનું મોત

બીજી તરફ આણંદના ધર્મજ તારાપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત અને બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. માણેજ બ્રીજ પાસે ઈકો કાર ડીવાઈડર સાથે ભટકાતાં પરીવારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ઈકો કારમાં સવાર કુલ ત્રણમાંથી એક પુરુષનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે એક મહિલા તથા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાઈવે પેટ્રોલિંગ પોલીસ દ્વારા ઈજાગ્રસ્તોને પેટલાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનનાર પરીવાર પંચમહાલ તરફનો હોવાનું માલૂમ પડ્યું છે. 

  • Follow us on: