• પીએમ મોદીએ 76 મા આર્મી દિવસ પર શુભકામના પાઠવી
  • સેનાના જવાની હિંમત અને પ્રતિબદ્ધતાનું સન્માન કરીએ છીએ
  • જવાનોની બહાદુરીની અને સમર્પણનું સન્માન કરીએ છીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આર્મી દિવસ નિમિત્તે ભારતીય સેનાને શુભેચ્છા પાઠવી હતી. નરેન્દ્ર મોદીએ એ ટ્વીટ કરીને સેનાના જવાનોને શુભકામના પાઠવી હતી.

જવાનોની હિંમત અને બલિદાનું સન્માન કરીએ છીએ

વડાપ્રધાન મોદીએ તેમના ટ્ટ્વિટ X પર કહ્યું હતું કે, આર્મી ડે પર, આપણે આપણા આર્મી જવાનોની અસાધારણ હિંમત, અતૂટ પ્રતિબદ્ધતા અને બલિદાનનું સન્માન કરીએ છીએ. આપણા રાષ્ટ્રની રક્ષા અને આપણા સાર્વભૌમત્વને જાળવી રાખવામાં તેમનું અવિરત સમર્પણ તેમની બહાદુરીનો પુરાવો છે. જવાનો શક્તિ અને સ્થિતિસ્થાપકતાના આધારસ્તંભ છે.

ભારતીય સેના દેશની સૌથી મજબૂત દીવાલ

વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ એક વિડિયો શેર કરીને કહ્યું હતું કે, અવધ ત્યાં છે, જ્યાં રામ રહે છે, અને જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે. મારા માટે જ્યાં ભારતીય સેનાના સુરક્ષાકર્મીઓ છે, તે જગ્યા મંદિરથી ઓછી નથી. આપણા જવાનોએ હંમેશા સાબિત કર્યું છે કે, તેઓ દેશની સૌથી મજબૂત દિવાલ છે. ભારતીય સેના અને સુરક્ષા દળોએ રાષ્ટ્ર નિર્માણમાં સતત યોગદાન આપ્યું છે.

દરેક આફતમાં સેના તૈયાર રહે છે

સેનાએ ભૂકંપ, સુનામી જેવી આફતોમાં, આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં, તેમજ દરિયામાં લડીને જીવ બચાવનારા બહાદુરો છે. સૈન્ય અને સુરક્ષા દળો જે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધારો કરે છે. એવું કયું સંકટ છે કે, જેનો ઉકેલ આપણા સેન્યવીરો ન આપ્યો હોય.

ભારતીય સેના પર ગર્વ છે

આપણને આપણી ભારતીય સેનાઓ પર ગર્વ છે, આપણાં સુરક્ષા દળો પર ગર્વ છે, અમારા સૈનિકો પર ગર્વ છે, અમને બધાને તમારા બધા પર ગર્વ છે, મૃત્યુને પોતાના સીના પર લઈને ફરે છે, જેઓ સિંહ ગર્જના કરે છે, તેઓને સમય પોતાની મેળે મારી જાય છે પણ બહાદુર જવાન મરતો નથી. વંદે માતરમ...

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સેનાના જવાનોને શુભેચ્છા પાઠવી

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર, પણ ભારતીય સેનાના જવાનોને તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી હતી અને ક્હ્યું હતું કે, "ભારતીય સૈન્ય દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતીય સેનાએ હંમેશા સંઘર્ષો, વિરોધી બળવાખોરી અને આતંકવાદ વિરોધી કામગીરી, રાષ્ટ્રીય આફતો અને આપત્તિઓ દરમિયાન વ્યાવસાયિકતા દર્શાવી છે. પુરુષો અને સ્ત્રીઓ દ્વારા પ્રદર્શિત અનુકરણીય નેતૃત્વ અને નિઃસ્વાર્થ નિષ્ઠા. ભારતીય સેના પ્રશંસનીય છે,"

  • Follow us on: