• પંજાબમાં ગુરુવારે લાગેલી આગમાં 4ના મોત
  • ફાર્માસ્યુટીકલ ફેક્ટરીમાં લાગી હતી આગ
  • 80થી વધુ ફાયરના જવાનો પહોંચ્યા હતા ઘટના સ્થળે

પંજાબના નાગકલા ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી 4 લોકોના મોત થયા છે. એએસપી ગ્રામીણ સતિંદર પાલ સિંહે આ અંગે જાણકારી આપી છે. જો કે આગ ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગે લાગી હતી જેમાં ફેક્ટરીમાં પડેલા 500થી વધુ કેમિકલ ડ્રમ એક બાદ એક ધડાકાભેર ફુટ્યા હતા.

1600 કર્મચારીઓ હતા ફેક્ટરીમાં

કહેવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીમાં 1600 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આગ લાગ્યા બાદ લોકો જીવ બચાવવા અહીં તહીં ભાગતા જોવા મળ્યા. જો કે આગ બુઝાવવા ફાયર ફાઇટરના જવાનો પહોંચી ગયા હતા. જો કે આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયુ નથી. ફેક્ટરીના માલિકનું કહેવું છે કે 1600 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. કેમિકલ ભરેલા કેરબા હતા જે મોટાભાગના બળીને ખાખ થઇ ગયા. ફેક્ટરીને લાખોનું નુકસાન થયું છે.


લાખો રૂપિયાના મશીન ખાખ

આગના કારણે ફેક્ટરીમાં લાગેલા લાખોની કિંમતના મશીનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. સાથે જ દવા માટે ડ્રમમાં રાખેલા કેમિકલનો પણ નાશ કરવામાં આવ્યો હતો.આગ એટલી ભયાનક હતી કે કેમિકલના ડ્રમમાં વિસ્ફોટ થયા હતા. શરૂઆતમાં માત્ર ધુમાડો જ નીકળતો હતો. તે ધુમાડાને કારણે ફાયર વિભાગના કર્મચારીઓ પણ આગ ઓલવવા અંદર જઈ શક્યા ન હતા. ધુમાડો ઓછો થતાં ફાયર વિભાગના જવાનોએ આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ પ્રથમ ફેક્ટરીની અંદર પડેલા કેમિકલના ડ્રમમાં લાગી હતી. આગ કેવી રીતે લાગી તે આગ ઓલવ્યા બાદ જ તપાસ થશે. ખન્ના પેપર મિલ, પંજાબ ફાયર સર્વિસ, સેવા સોસાયટી ફાયર બ્રિગેડ અને આસપાસના વિસ્તારોના વાહનો આગ ઓલવવા માટે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો આગ ઓલવવાના સતત પ્રયાસ કર્યા હતા.


  • Follow us on: