- છેલ્લા એક મહિનાથી રેલ રોકો આંદોલન સમાપ્ત
- પંજાબમાં ખેડૂતોએ રેલ્વે પાટા પરથી દૂર જવાનો નિર્ણય
- ફરી એકવાર પાટા પર ટ્રેનોની અવરજવર શરૂ થશે
છેલ્લા એક મહિનાથી રેલ્વે ટ્રેક પર આંદોલન કરી રહેલા ખેડૂતો હવે છોડવા માટે તૈયાર છે. ખેડૂતો હવે ટ્રેક ખાલી કરી રહ્યા છે. ખેડૂતોએ રેલ્વે ટ્રેક બ્લોક કરી દેવાના કારણે દિલ્હી-જમ્મુ રેલ્વે માર્ગ પર ટ્રાફિકને માઠી અસર થઈ રહી છે. જેના કારણે અત્યાર સુધી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક મોટી રાહતના સમાચાર છે. પંજાબમાં ખેડૂતોએ રેલ્વે પાટા પરથી દૂર જવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) એ જાહેરાત કરી કે શંભુ રેલ્વે સ્ટેશન પરના પાટા આજે સાંજ સુધીમાં સાફ કરી દેવામાં આવશે. જેના કારણે ફરી એકવાર પાટા પર ટ્રેનોની અવરજવર શરૂ થશે.













