- બારામતી બેઠક પરથી વિજય શિવતારે ચૂંટણી નહીં લડે
- શિવતારે 'મહાયુતિ' ગઠબંધનના ઉમેદવાર માટે પ્રચાર કરશે
- બારામતીએ શરદ પવારના પરિવારનો છે ગઢ
શિવસેનાના નેતા વિજય શિવતારે, જેમણે મહારાષ્ટ્રની બારામતી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, તેણે શનિવારે પોતાનું વલણ બદલી નાખ્યું. CM એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટી સાથે સંકળાયેલા શિવતારેએ જણાવ્યું હતું કે તેઓ પુણે જિલ્લાની બારામતી બેઠક પરથી ચૂંટણી નહીં લડે અને તેના બદલે 'મહાયુતિ' ગઠબંધનના ઉમેદવાર માટે પ્રચાર કરશે. બારામતી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCPના નેતા શરદ પવારના પરિવારનો ગઢ માનવામાં આવે છે.
શિવતારેની જાહેરાત એવી અટકળો વચ્ચે આવી છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રા પવારને સત્તાધારી 'મહાયુતિ' ગઠબંધન તરફથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્ર સરકારનો ભાગ છે. શરદ પવાર પહેલાથી જ તેમની પુત્રી અને આ બેઠક પરથી ત્રણ વખત સાંસદ સુપ્રિયા સુલેને બારામતી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી ચૂક્યા છે.













