• એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે શાબ્દિક પ્રહાર
  • "એક ખેડૂતનો દીકરો CM બન્યો તો આટલી પીડા?"
  • ઉદ્ધવ ઠાકરે ફોટોગ્રાફીના શોખીન: એકનાથ શિંદે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે એક જાહેર સભા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. CM શિંદેએ કહ્યું કે, માત્ર તસવીરો લેવા માટે હેલિકોપ્ટરમાં મુસાફરી કરવાને બદલે ખેતી કર્યા પછી હેલિકોપ્ટરમાં મુસાફરી કરવી વધુ સારું છે. 

એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના હિંગોલીમાં શિંદે પાર્ટીના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરવા આવ્યા હતા, જે દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. શિંદેએ કહ્યું કે, હેલિકોપ્ટરમાં મુસાફરી કરવા અને ખેતી કરવા બદલ મારા પર કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. એક ખેડૂતનો દીકરો મુખ્યમંત્રી બન્યો છે તો તેમાં આટલી પીડા શા માટે કરી રહ્યા છે..? ખેતી માટે હેલિકોપ્ટરમાં મુસાફરી કરવી વધુ સારું છે, ફોટા પડાવવા માટે નહીં. જ્યારે ખેતી કરતો હતો ત્યારથી જ હું જમીન સાથે જોડાયેલો રહ્યો હતો.

એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને આડે હાથ લીધા

ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોએ બળવો કર્યો, જેના કારણે શિવસેના 2 જૂથોમાં વહેંચાઈ ગઈ. જેના કારણે ઉદ્ધવ ઠાકરેને CM પદ ગુમાવવું પડ્યું હતું. એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે ફોટોગ્રાફીના શોખીન છે અને અગાઉ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના કિલ્લાઓના એરિયલ શોટ્સ લઈને ફોટો બુક પ્રકાશિત કરી હતી. આવી સ્થિતિમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને આડે હાથ લીધા હોવાનું માનવામાં આવે છે. 

  • Follow us on: