• જોધપુર વિભાગમાં ભારે વરસાદના કારણે રેલવે સેવા પ્રભાવિત
  • ભારે વરસાદના કારણે અનેક રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા
  • કેટલીક ટ્રેનો રદ તો કેટલીક ટ્રનો આંશિક રીતે રદ કરાઈ

રાજસ્થાનમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજસ્થાનમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર તેમજ વાહન વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે તેમજ રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે.જેને પગલે કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે તેમજ કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરાઈ છે.

ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર ખોરવાયો

ઉત્તર-પશ્ચિમ રેલવેના જોધપુર વિભાગમાં ભારે વરસાદના કારણે કૈરલા-પાલી મારવાડ યાર્ડ વચ્ચે પાણી ભરવાના કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. જેના કારણે કેટલીક ટ્રેનો રદ તો કેટલીક ટ્રનો આંશિક રીતે રદ અને કેટલીક ડાયવર્ડ કરવામાં આવેલ માર્ગથી ચાલશે. ટ્રેનોના રોકાણના સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકો છો.

રદ કરવામાં આવેલ ટ્રેન

1. ગાડી નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 05 ઓગસ્ટ 2024ના રોજ રદ રહેશે

2. ગાડી નંબર 12462 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 05 ઓગસ્ટ 2024ના રોજ રદ રહેશે

આંશિક રીતે રદ કરવામાં આવેલ ટ્રેન

1. ગાડી નંબર 12461 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન 5 ઓગસ્ટ 2024ના રોજ જોધપુરથી કૈરલા સુધી દોડશે. એટલે કે આ ટ્રેન કેરળ-સાબરમતી સ્ટેશનોની વચ્ચે આવતા તમામ સ્ટેશનો માટે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

2. ગાડી નંબર 22663 ચૈન્નઈ સેન્ટલ-જોધપુર એક્સપ્રેસ 03 ઓગસ્ટ 2024ના રોજ ચૈન્નઈથી બોમાદડા સુધી દોડશે. એટલે કે આ ટ્રેન બોમાદડા-જોધપુર સ્ટેશનોની વચ્ચે આવતા તમામ સ્ટેશનો માટે આંશિક રીતે રદ કરવામાં આવી છે.


  • Follow us on: