- રાજસ્થાનમાંભાજપને 22 સીટ મળવાની ધારણા
- ટુડેઝના એક્ઝિટ પોલ મુંજબ કોંગ્રેસને 2 સીટ મળવાની ધારણા
- રવિન્દ્ર સિંહ ભાટી અપક્ષમાં જીતે તેવી શક્યતા
લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન સમાપ્ત થયા પછી, દેશની વિવિધ સર્વે એજન્સીઓ દ્વારા આજે એક્ઝિટ પોલના ડેટા જાહેર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાનમાં ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલના ડેટા અનુસાર કોંગ્રેસને 2 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે ભાજપને 23 બેઠકો મળવાની આશા છે. ટુડેઝ ચાણક્ય મુજબ રાજસ્થાનમાં ભાજપને 22 અને કોંગ્રેસને 2 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે અન્યને 1 બેઠક મળવાની ધારણા છે. એક્સિસ માય ઈન્ડિયાના સર્વે મુજબ ભાજપને 16-19 બેઠકો મળવાની આશા છે. જ્યારે કોંગ્રેસને 5-7 અને અન્યને 1-2 બેઠકો મળવાનું અનુમાન છે.
ABP CVoter ના સર્વે મુજબ ભાજપને 21-23 બેઠકો, કોંગ્રેસને 2-4 બેઠકો મળવાની સંભાવના છે. ટીવી 9ના પોલસ્ટાર મુજબ ભાજપને 19, કોંગ્રેસને 5 અને અન્યને 1 સીટ મળવાની ધારણા છે. જો કે અંતિમ પરિણામ 4 જૂને જ આવશે, પરંતુ એક્ઝિટ પોલના ડેટાથી ભવિષ્યની લોકસભાની તસવીરનો થોડો ખ્યાલ આવશે. રાજસ્થાનમાં લોકસભાની 25 બેઠકો છે.
રાજસ્થાનના એક્ઝિટ પોલ
| એક્ઝિટ પોલ | NDA | INDIA | OTH |
| ન્યૂઝ24 ટુડે - ચાણક્ય | 22 | 02 | 01 |
| ABP C-VOTER | 21=23 | 2-4 | 00 |
| ઈન્ડિયા ટુડે એક્સિસ | 16-19 | 5-7 | 1-2 |
| POLSTRAT | 19 | 05 | 01 |
બે તબક્કમાં થયું હતું મતદાન
રાજસ્થાનની 25 સીટો પર બે તબક્કામાં મતદાન થયું હતું. રાજસ્થાનની સીટો પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. 26 એપ્રિલે બીજા તબક્કામાં 13 બેઠકો પર મતદાન થયું હતું. આવી સ્થિતિમાં હવે 4 જૂને પરિણામ જાહેર થશે.
2019માં કોને કેટલી સીટો મળી?
2019ના પરિણામોની વાત કરીએ તો રાજ્યની તમામ 25 બેઠકો પર ભાજપે એકતરફી જીત મેળવી હતી. જો કે આ વખતે ભાજપનો રસ્તો સરળ નથી. પાર્ટી જેસલમેર-બાડમેર, ચુરુ અને નાગૌર જેવી સીટો પર સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. બાડમેર-જેસલમેર બેઠક અપક્ષ રવિન્દ્ર સિંહ ભાટીના કારણે ત્રિકોણીય હરીફાઈમાં અટવાઈ છે. જ્યારે ચુરુ બેઠક પર ટિકિટ ન મળવા સામે બળવો કરનાર રાહુલ કાસવાન કોંગ્રેસમાં જોડાયા હતા. હનુમાન બેનીવાલ ફરી એકવાર નાગૌરથી મેદાનમાં છે. તેમને અહીંથી કોંગ્રેસનું સમર્થન છે.
2014ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું. જો કે, નાગૌર સીટ પર ભાજપે હનુમાન બેનીવાલની આરએલપી સાથે ગઠબંધન કર્યું હતું. જ્યારે 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 25માંથી 20 બેઠકો જીતી હતી. 4 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર અપક્ષનો વિજય થયો હતો.