રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં શુક્રવારે બપોરે એક મોટી દુર્ઘટના ટળી હતી. ડેપ્યુટી સીએમ દિયા કુમારીના કાફલાના વાહનો અચાનક એક બીજા સાથે અથડાયા હતા. ડેપ્યુટી CM દિયા કુમારી આ દુર્ઘટનામાં બચી ગયા હતા.
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં શુક્રવારે બપોરે એક મોટી દુર્ઘટના ટળી હતી. ડેપ્યુટી CM દિયા કુમારીના કાફલાના વાહનો અચાનક એક બીજા સાથે અથડાયા હતા. ડેપ્યુટી CM દિયા કુમારી આ દુર્ઘટનામાં બચી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ગાયના અચાનક વચ્ચે આવતાને કારણે તેમના કાફલાના એક વાહને બ્રેક લગાવી, જેના કારણે અન્ય વાહનો એકબીજા સાથે અથડાઈ ગઇ હતી.
બેંગુ,નિમ્બહેરા સબડિવિઝનના કનેરા જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર ડેપ્યુટી સીએમ દિયા કુમારીના કાફલાની સામે એક ગાય અચાનક આવી ગઈ. જેના કારણે કાફલાના વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મળતી માહિતી મુજબ, નિમ્બહેરા સબડિવિઝનના કનેરામાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માંડલગઢથી જઈ રહેલ ડેપ્યુટી સીએમ દિયા કુમારીનો કાફલો નેશનલ હાઈવે-27 પરથી પસાર થઈ રહ્યો હતો.
આ દરમિયાન સુરતપુરા ગામ પાસે ડેપ્યુટી સીએમ દિયા કુમારીની કારની પાછળ જઈ રહેલી કારની આગળ એક ગાય અચાનક ચડી ગઈ હતી. જેના કારણે કાફલામાં સામેલ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. માહિતી મળતાં જ બેગુન તહસીલદાર ધર્મેન્દ્ર સ્વામી, બેગન પોલીસ સ્ટેશન ઓફિસર રવિન્દ્ર સિંહ ચારણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ક્રેનની મદદથી વાહનોને હટાવ્યા.