• અયોધ્યા રામ મંદિરને લઇને તૈયારીઓ પૂરજોશમાં
  • પહેલા મંદિર નિર્માણની તસવીરો આવી હતી સામે
  • હવે ચંપત રાયે ગર્ભગૃહની તસવીર કરી શેર

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરનું ગર્ભગૃહ પણ લગભગ તૈયાર છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે શનિવારે આ માહિતી આપી હતી. મહત્વનુ છે કે થોડા સમય પહેલા જ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મંદિરની તસવીરો શેર કરવામાં આવી હતી. જેમાં મંદિર બહારથી જોવા મળતુ હતું. પરંતુ ચંપત રાયે મંદિરના ગર્ભગૃહની તસવીર શેર કરી છે.

આવુ દેખાય છે રામમંદિરનું ગર્ભગૃહ

ચંપત રાયે સોશિયલ મીડિયા ‘X’ પર રામમંદિરના ફોટા શેર કરતા આનંદ અનુભવ્યો અને જણાવ્યું કે ભગવાન શ્રી રામલલાનું ગર્ભગૃહ લગભગ બનીને તૈયાર છે. તાજેતરમાં લાઇટિંગ-ફીટીંગનું કામ પણ પૂર્ણ થયું છે.


કોણ કોણ રહેશે ઉપસ્થિત

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભારતના તમામ રાજ્યો, તમામ ભાષાઓ, દેશમાં જેટલી પૂજાની પરંપરા છે, ગુરુ પરંપરાના સંતો, મહંતો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવશે. અયોધ્યામાં ભગવાન રામ મંદિરના નિર્માણમાં લાગેલા કામદારોને પણ 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રામ મંદિરનો અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ થવા જઈ રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં 4000 સંતો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સમાજના દરેક ક્ષેત્ર જેમ કે રમત જગત, કલા જગત, કવિઓ, લેખકો, સાહિત્યકારો, અનુસૂચિત જાતિ જનજાતિ, વિચરતી જાતિ, નિવૃત્ત સૈન્ય અને પોલીસ અધિકારીઓ પણ ભાગ લેશે. ચંપત રાયે કહ્યું કે એવા પરિવારોને પણ કહેવામાં આવશે જેમના પરિવારના સભ્યોએ રામ મંદિર આંદોલનમાં બલિદાન આપ્યું હતું.



  • Follow us on: