IRCTCનું આ પેકેજ 16 રાત અને 17 દિવસનું હશે. જેમાં તમને અયોધ્યા, બક્સર, ચિત્રકૂટ, હમ્પી, જનકપુર, નંદીગ્રામ, નાસિક, પ્રયાગરાજ, રામેશ્વરમ, સીતામઢી, વારાણસી ફરવાનો મોકો મળશે. આ પેકેજ બુક કરીને કુલ 150 લોકો મુસાફરી કરી શકે છે. જેમાં એસી I Coupe 20; એસી I કેબિન 38; એસી II 36; AC III માં 56) સીટો હશે.
પેકેજ બુક કરવા માટે કેટલો ખર્ચ થશે?
જો તમે ફર્સ્ટ ACની ટિકિટ બુક કરો છો, તો ટ્વીન શેરિંગ માટે તમારે 1,68,420 રૂપિયાનો ખર્ચ થશે. ફર્સ્ટ ACમાં સિંગલ શેરિંગ બુક કરવા માટે રૂ. 1,62,310, ટ્વીન શેરિંગ માટે રૂ. 1,46,875 અને ટ્રિપલ શેરિંગ માટે રૂ. 1,44670નો ખર્ચ થશે. આ ઉપરાંત જો કોઈ બાળક તમારી સાથે જાય છે, તો તમારે 1,32,180 રૂપિયા ખર્ચવા પડશે.
2 ACનું ભાડું
2 ACમાં સિંગલ શેરિંગ બુક કરવા માટે રૂ. 1,51,010, ટ્વીન શેરિંગ માટે રૂ. 1,35,575 અને ટ્રિપલ શેરિંગ માટે રૂ. 1,33,370નો ખર્ચ થશે. આ ઉપરાંત જો કોઈ બાળક તમારી સાથે જાય છે, તો તમારે 1,22,880 રૂપિયા ખર્ચવા પડશે.
3 ACનું ભાડું
3 ACમાં સિંગલ શેરિંગ બુક કરવા માટે 1,09,985 રૂપિયા, ટ્વીન શેરિંગ માટે 96,475 રૂપિયા અને ટ્રિપલ શેરિંગ માટે 94,550 રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત જો કોઈ બાળક તમારી સાથે જાય છે, તો તમારે 88,380 રૂપિયા ખર્ચવા પડશે.

અહીં ચેક કરો કેન્સલેશન પોલિસી
જો તમે ટ્રિપની શરૂઆતના 15 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરો છો, તો પેકેજ ભાડામાંથી ₹250 કટ થશે. જો ટિકિટ પેકેજની શરૂઆતના 08-14 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે છે, તો પેકેજની કિંમતમાંથી 25% કટ થશે. જો પેકેજ શરૂ થવાના 04 થી 07 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો 50 ટકા કટ થશે અને જો તમે ટ્રિપની શરૂઆતના 4 દિવસ પહેલા પેકેજ કેન્સર કરાવો છો, તો તમને એક રૂપિયો પરત નહીં મળે.