મુંબઈમાં યૌન શોષણના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. મામલાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમે તપાસ બાદ સ્પષ્ટ કર્યું છે કે આ એન્કાઉન્ટર પોલીસ વાનની અંદર જ થયું હતું. અક્ષયે પોતે ત્રણ ગોળી ચલાવી હતી, જ્યારે ચોથી ગોળી પીઆઈ સંજય શિંદેએ ચલાવી હતી.
આરોપીએ જાતે જ ચલાવી 3 ગોળીઓ
મહારાષ્ટ્રના બદલાપુરમાં બાળકોના યૌન શોષણના આરોપી અક્ષય શિંદના એન્કાઉન્ટરને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. પોલીસ વાનમાં જ આ એન્કાઉન્ટર થયું હતું. આરોપી અક્ષય શિંદેએ પોતે ત્રણ ગોળીઓ ચલાવી હતી. જ્યારે ચોથી ગોળી પીઆઈ સંજય શિંદેએ ચલાવી હતી. ફોરેન્સિક તપાસમાં આ અપડેટ સામે આવ્યું છે. મામલા પર હંગામો થયા બાદ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ વાનની અંદરથી ચાર કારતૂસ મળી આવ્યા હતા. આ ટીમે વાનમાં ફેલાતા લોહીના નમૂના પણ લીધા છે અને તેને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા છે.
મહિલાઓએ આરોપીના એન્કાઉન્ટરની ઉજવણી
બીજી તરફ મહિલાઓએ આરોપીના એન્કાઉન્ટરની ઉજવણી કરી હતી. પોલીસ વાનની તપાસ કરવા પહોંચેલી ફોરેન્સિક ટીમના રિપોર્ટ મુજબ ઘટના સ્થળેથી મળેલા ખાલી કારતુસ જોતા વાનમાં અંદરથી 4 રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. તેમાંથી આરોપી અક્ષયે પોતે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ ઈન્સ્પેક્ટર સંજય શિંદેએ જવાબી કાર્યવાહી કરી અને ચોથી ગોળી ચલાવી. આ ગોળી અક્ષયને વાગી અને તેનું મોત થયું.
અક્ષય શિંદેના એન્કાઉન્ટર..બદલાપુરનો બદલો લેવાયો
અક્ષય શિંદેના એન્કાઉન્ટરના સમાચાર બદલાપુર પહોંચતા જ ત્યાની મહિલાઓએ બદલાપુર સ્ટેશનની બહાર ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો હતો. કહ્યું કે એક વેમ્પાયર માર્યો ગયો છે, દરેક આનાથી ખુશ છે. આ મહિલાઓના મતે અન્ય ગુનેગારો પણ આ ઘટનામાંથી બોધપાઠ લેશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેવી આશા છે. મહિલાઓએ કહ્યું કે આરોપીઓને યોગ્ય સજા અપાવવા માટે તેઓએ ઘણો સંઘર્ષ કર્યો. આ સંઘર્ષનું પરિણામ સાર્થક રહ્યું છે. આ માટે મહિલાઓએ પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ ધારાસભ્ય વિશ્વનાથ ભોઈરે આ મુદ્દે રાજકારણને લઈને વિપક્ષની આકરી ટીકા કરી છે.