તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય નિર્મલ ઘોષની કેન્દ્રીય તપાસ એજન્સીએ સાત કલાક સુધી પૂછપરછ કરી હતી. તેના પર આરોપ છે કે તેણે મૃતદેહના ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવામાં ભૂમિકા ભજવી હતી. CBIનું કહેવું છે કે, તેની પાસે કોલ ડિટેઈલ છે, જેમાં જાણવા મળ્યું છે કે 9 ઓગસ્ટે આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને નિર્મલ ઘોષ વચ્ચે વાતચીત થઈ હતી.
મૃતદેહના ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવામાં ભૂમિકા ભજવીનો આરોપ
કોલકાતા રેપ અને મર્ડર કેસમાં CBI તપાસની ગરમી હવે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સુધી પહોંચી છે. પાર્ટીના પાણીહાટના ધારાસભ્ય નિર્મલ ઘોષને કેન્દ્રીય તપાસ એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેના પર આરોપ છે કે તેણે મૃતદેહના ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવામાં ભૂમિકા ભજવી હતી. જ્યારે ધારાસભ્યને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તેની પાસે તપાસ એજન્સીને કંઈક કહેવાનું હતું, તેથી જ તે અહીં આવ્યો હતો. સીબીઆઈએ આરજી કાર ફોરેન્સિક વિભાગના પ્રોફેસર અપૂર્વ બિસ્વાસને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
તપાસ બાદ પત્રકારો સાથે વાત કરતા ઘોષે કહ્યું કે, મારી પાસે તપાસ અધિકારીઓને કહેવાની કેટલીક બાબતો હતી અને તેઓએ મારી પાસેથી કંઈક જાણવાની જરૂર હતી. હું તે દિવસે ધારાસભ્ય તરીકે આરજી કાર હોસ્પિટલમાં હાજર હતો. તે મારા મત વિસ્તારની ડોક્ટર હતી, હું ઈચ્છું છું કે ગુનેગારોને ફાંસી આપવામાં આવે. મારે તેના માટે ન્યાય જોઈએ છે. તે એક પ્રતિભાશાળી છોકરી હતી.
શું છે CBIનો આરોપ?
સીબીઆઈ અધિકારીઓનું કહેવું છે કે ઘોષે મૃતક ડૉક્ટરના અંતિમ સંસ્કાર ઉતાવળે કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાની શંકા છે. ઘોષને તે દિવસે હોસ્પિટલમાં અને સ્મશાનગૃહમાં જોવામાં આવ્યા હતા. સીબીઆઈનું કહેવું છે કે તેની પાસે કોલ ડિટેઈલ છે, જેમાં જાણવા મળ્યું છે કે 9 ઓગસ્ટે આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને નિર્મલ ઘોષ વચ્ચે વાતચીત થઈ હતી. આ જ વાતચીત વિશે જાણવા માટે તેની પૂછપરછ કરવામાં આવી છે.