બોલિવૂડ અભિનેત્રી અને મંડીથી સાંસદ કંગના રનોતે કૃષિ કાયદાને લઇને આપેલા નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ખુદ બીજેપીએ કંગના રનોતના આ નિવેદનથી નારાજ છે. આ ઉપરાંત કોંગ્રેસ અને આપ પાર્ટી પર કંગના પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે કંગના રનૌતે એક વીડિયો શેર કરીને વળતો જવાબ આપ્યો છે.


હું પાર્ટીની સાથે જ છું- કંગના રનૌત

કંગના રનૌતે કહ્યું કે હું કૃષિ કાયદાને લઇને મારુ સ્ટેન્ડ બીજેપી પાર્ટીની સાથે જ છું. તેણે એમ પણ કહ્યું કે મારા શબ્દોને કારણે કોઇને લાગણી દુભાઇ હોય તો હું મારા શબ્દો પાછા લઉ છું.  ખેડૂત કાયદા પર મને સવાલ કરવામાં આવ્યો હતો જે બાબતે મે કહ્યું હતું કે ખેડૂતોએ કૃષિ કાયદા પરત લાવવા પીએમ મોદીને નિવેદન કરવું જોઇએ. મારા આ નિવેદનને કારણે ઘણા લોકો નિરાશ થઇ ગયા છે. આ કૃષિ કાયદાને કેન્દ્ર સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા. અને આ કેન્દ્ર સરકારના આ નિયમની ગરિમા રાખવી જરૂરી છે. મારે વાતનું હવે ધ્યાન રાખવુ પડશે કે હું એક આર્ટીસ્ટ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું. મારા અભિપ્રાય મારા ન હોવા જોઇએ, તે પાર્ટીનું સ્ટેન્ડ હોવું જોઇએ. તો કોઇને મે મારા વિચારો કે શબ્દોથી કોઇને નિરાશ કર્યા હોવ તો હું મારા શબ્દો પરત લઉ છું. 

બીજેપીએ તાત્કાલિક કરી સ્પષ્ટતા

ગૌરવ ભાટિયાએ એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા પાછી ખેંચવામાં આવેલા કૃષિ બિલ પર બીજેપી સાંસદ કંગના રનૌતનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ નિવેદન તેમનું અંગત નિવેદન છે. કંગના રનૌત બીજેપી તરફથી આવુ નિવેદન આપવા માટે અધિકૃત નથી. કૃષિ બિલ પર ભાજપના દ્રષ્ટિકોણને દર્શાવતું નથી..અમે આ નિવેદનનું ખંડન કરીએ છીએ.


કોંગ્રેસે કરી આકરી ટીકા

કોંગ્રેસે કંગનાના નિવેદનની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી તરફ ઈશારો કરતા કહ્યું કે ત્રણ કાળા કાયદાનો વિરોધ કરતી વખતે 750થી વધુ ખેડૂતો શહીદ થયા હતા. તેને ફરીથી લાગુ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે આવું ક્યારેય થવા દઈશું નહીં. હરિયાણા તેનો જવાબ આપશે.



  • Follow us on: