આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરાશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોયની અધ્યક્ષતામાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, ગઢડા ખાતે પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઈ હતી.
પોલીસ વિભાગ દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ પરેડનું પણ આયોજન કરવામાં આવશે
બેઠક દરમિયાન કલેક્ટરે કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય તેમજ કાર્યક્રમની ગુણવત્તા અને ગૌરવ જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કક્ષાના આ પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં વિવિધ સરકારી કચેરીઓ દ્વારા વિકાસલક્ષી તથા થીમ આધારિત ટેબ્લો રજૂ કરવામાં આવશે. ઉપરાંત દેશભક્તિના ભાવને ઉજાગર કરતી વિશેષ સાંસ્કૃતિક કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ પરેડનું પણ આયોજન કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.
