₹29 કરોડના ખર્ચે અને 16 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય' આજે આઝાદીના અમર ઇતિહાસનું કેન્દ્ર બન્યું છે. જેમના શબ્દોએ અંગ્રેજ હકૂમતને હચમચાવી હતી, તેવા મેઘાણીજીની જીવનયાત્રાને અહીં આઠ વિશેષ ઝોનમાં કંડારવામાં આવી છે. નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમનો જુવાળ જગાવતું આ આધુનિક મ્યુઝિયમ આપણી ધરોહરને કેવી રીતે જીવંત કરી રહ્યું છે.


ચોટીલાના હાર્દ સમાન આ ભવન બે માળમાં પથરાયેલું છે

અહીં મેઘાણીજીનું બાળપણ, કલકત્તાના સંસ્મરણો અને 'સૌરાષ્ટ્રની રસધાર' જેવી અમર સાહિત્યિક કૃતિઓને કલાત્મક રીતે પ્રદર્શિત કરાઈ છે. ખાસ કરીને ધોલેરા સત્યાગ્રહ અને ગાંધીજી દ્વારા અપાયેલા 'રાષ્ટ્રીય શાયર'ના બિરુદની ઐતિહાસિક ક્ષણો મુલાકાતીઓને સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષની અનુભૂતિ કરાવે છે.

વિદ્યાર્થીઓ આ અમૂલ્ય વારસાનો પરિચય મેળવી ચૂક્યા છે

સંગ્રહાલયના આઠમા ઝોનમાં મુલાકાતીઓ 'કસુંબીનો રંગ' અને અન્ય લોકગીતો સ્વયં મેઘાણીજીના અવાજમાં સાંભળી શકે છે. અહીં મુકાયેલી સંગીત ખુરશીઓ અને વિશાળ સભાખંડ મુખ્ય આકર્ષણ છે. તાલીમબદ્ધ સ્ટાફના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર મહિનામાં જ 6 હજારથી વધુ પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ આ અમૂલ્ય વારસાનો પરિચય મેળવી ચૂક્યા છે.

મેઘાણીજીની આ કલમયાત્રા આજે પણ હજારો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે

સામાન્ય જનતા માટે ₹20 અને વિદ્યાર્થીઓ માટે માત્ર ₹10ના પ્રવેશ દર સાથે આ મ્યુઝિયમ શિક્ષણ અને પર્યટનનો અનોખો સંગમ છે. ગુરુવાર સિવાય દરરોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહેતું આ સ્થળ પ્રજાસત્તાક પર્વના અવસરે દેશભક્તિ અને લોકસંસ્કૃતિના સાચા દર્શન કરાવે છે. મેઘાણીજીની આ કલમયાત્રા આજે પણ હજારો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતના ખેડૂતોને કમોસમી માવઠાના સંકટથી મળશે રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર વધશે



  • Follow us on: