જમ્મુ કાશ્મીર પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સમગ્ર વિશ્વમાં નિંદા કરવામાં આવી રહી છે અને આ હુમલામાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. નિર્દોષ નાગરિકો પર હુમલો કરીને તેને મુદ્દો બનાવવો એ ખરેખર કાયરતાપૂર્ણ રીત છે.


આતંકવાદીઓએ પહેલા લોકોના ઓળખપત્રો ચેક કર્યા

વાડ્રાએ કહ્યું કે ધર્મ અને રાજકારણ અલગ છે અને તેમને અલગ રાખવા જોઈએ. આતંકવાદીઓએ પહેલા લોકોના ઓળખપત્રો ચેક કર્યા અને પછી તેમને મારી નાખ્યા, કારણ કે તેમને લાગ્યું કે અહીં મુસ્લિમોને દબાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ આ હુમલાનો સંપૂર્ણપણે વિરોધ કરે છે પરંતુ જ્યાં સુધી આપણે એકતા અને ધર્મનિરપેક્ષ નહીં બનીએ ત્યાં સુધી નબળાઈઓ અને આ મુદ્દાઓ પડોશી દેશોને ખૂબ જ દેખાશે.

વડાપ્રધાન માટે આ એક મોટો સંદેશ

તેમણે કહ્યું કે આનાથી આવા સંગઠનોને એવું લાગશે કે હિન્દુઓ બધા મુસ્લિમો માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે. ઓળખ જોઈને પછી કોઈની હત્યા કરવી, આ વડાપ્રધાન માટે મોટો સંદેશ છે, કારણ કે મુસ્લિમો નબળાઈ અનુભવી રહ્યા છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે લઘુમતીઓ નબળાઈ અનુભવી રહ્યા છે.

  • Follow us on: