• અલગ અલગ રાજ્યોમાં મુખ્યમંત્રીની સેલરી અલગ
  • મુખ્યમંત્રીઓને વિવિધ સુવિધાઓ ઉપરાંત મળે છે પગાર
  • સૌથી વધુ સેલરી મેળવનાર મુખ્યમંત્રી છે તેલંગણાના

દેશના વિવિધ રાજ્યોમાં મુખ્યમંત્રી દ્વારા શાસન વ્યવસ્થા સંભાળવામાં આવે છે. દર પાંચ વર્ષે વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે મુખ્યમંત્રી બદલાય છે. મુખ્યમંત્રી બનનારને આવાસ, વાહન અને સુરક્ષા તેમજ દેશ-વિદેશમાં ગમે ત્યાં ફરવાની સુવિધા મળે છે. આ ઉપરાંત તેમને પગાર પણ આપવામાં આવે છે. ત્યારે આવો જાણીએ મુખ્યમંત્રીઓનો કેટલો પગાર હોય. જો કે અલગ અલગ રાજ્યો પ્રમાણે મુખ્યમંત્રીઓનો પગાર અલગ-અલગ હોય છે.

ચૂંટાયેલા વડા માટે સત્તા અલગ હોય છે

દેશના ઘણા રાજ્યો પાસે પોતાના સરકારી વિમાનો અને હેલિકોપ્ટર છે. રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલની સાથે ઘણા મંત્રીઓ પણ તેનો ઉપયોગ કરે છે. કટોકટીના કિસ્સામાં, સંબંધિત રાજ્ય સરકાર કોઈપણ માટે તેમના ઉપયોગની મંજૂરી આપી શકે છે, પરંતુ સામાન્ય રીતે સમય બચાવવા અને રોડ-રેલ્વે સુરક્ષાને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે મુખ્યમંત્રી ટૂંકા અંતરની મુસાફરી માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.

સૌથી ઓછી સેલરી કયા રાજ્યના મુખ્યમંત્રીને ?

ઓડિશા એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં મુખ્યમંત્રીને ખૂબ ઓછો પગાર મળે છે. જો કે ત્રિપુરાના સીએમને દેશમાં સૌથી ઓછો પગાર 1.05 લાખ રૂપિયા મળે છે.

સૌથી વધુ સેલરી કયા રાજ્યના મુખ્યમંત્રીને ?

ઓડિશાની સરખામણીએ નાના રાજ્ય તેલંગાણાના સીએમને સૌથી વધુ 4.10 લાખ રૂપિયાનો પગાર મળે છે. તેની રચના 2014માં થઈ હતી. 


મુખ્યમંત્રીની સેલરી કેટલી ?
તેલંગણા રેવંત રેડ્ડી રૂ.4,10,000
દિલ્હી અરવિંદ કેજરીવાલ

 રૂ.3,90,000
ઉત્તરપ્રદેશ યોગી આદિત્યનાથ રૂ.3,65,000

મહારાષ્ટ્ર એકનાથ શિંદે રૂ.3,40,000
આંધ્રપ્રદેશ એન.ચંદ્રાબાબુ નાયડુ રૂ.3.35,000
ગુજરાત ભૂપેન્દ્ર પટેલ રૂ.3,21,000

હિમાચલ પ્રદેશ સુખવિંદસિંહ સુખ્ખુ રૂ.3,10,000
  • સૌથી વધુ પગારની બાબતમાં દિલ્હી બીજા સ્થાને છે અને સીએમ અરવિંદ કેજરીવાલને 3.90 લાખ રૂપિયા પગાર મળે છે.
  • દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો પગાર દેશભરના મુખ્યમંત્રીઓમાં ત્રીજા સ્થાને છે. તેમને પગાર તરીકે 3.60 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.
  • ગોવામાં ભલે ત્રિપુરાની જેમ બે સાંસદો ચૂંટાય, પણ ગોવાના સીએમનો પગાર ત્રિપુરાના સીએમ કરતા વધુ છે. ગોવાના મુખ્યમંત્રીને 2,20,000 રૂપિયા પગાર મળે છે.
  •  ત્રિપુરાના મુખ્યમંત્રીને રૂ. 1,05,500 સેલરી
  • નાગાલેન્ડમાં મુખ્યમંત્રીને રૂ. 1,10,000 સેલરી
  • મણિપુરમાં મુખ્યમંત્રીને રૂ. 1,20,000 સેલરી
  • આસામના મુખ્યમંત્રીને 1,25,000 સેલરી,
  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીને 1,33,000 સેલરી
  • મેઘાલયના મુખ્યમંત્રીને 1,50,000 સેલરી


Disclaimer: આ માહિતી સોર્સના આધારે વાચકોને વધારે વિગતો મળે તે માટે પ્રસ્તુત કરવામાં આવી છે. ખરેખર આંકડો અલગ પણ હોઇ શકે છે. 

  • Follow us on: